ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
20 માર્ચ 2021
સાઉદી અરબ કાયદો બનાવ્યો છે તે મુજબ હવે સાઉદી અરેબિયાના યુવાઓ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ અને મ્યાનમાર ની છોકરીઓ સાથે લગ્ન નહીં કરી શકે. સરકારે જે કાયદો બનાવ્યો છે તે મુજબ આ ચાર દેશની મહિલાઓ સાથે લગ્ન કરતાં અગાઉ તેમણે વિશેષ પરવાનગી લેવાની રહેશે. હાલ સાઉદી અરેબિયામાં આ મૂળની કુલ ૫૦ હજાર સ્ત્રીઓ રહે છે. બીજી શરતોમાં એવું કહેવાયું છે કે જે કોઈ વ્યક્તિએ આ ચાર દેશની મહિલાઓ સાથે લગ્ન કરવા હોય તેની ઉંમર ૨૫ વર્ષની હોવી જોઈએ. આ ઉપરાંત તેણે જો પહેલેથી લગ્ન કર્યા હોય તો પહેલી પત્નીના હેલ્થ સર્ટિફિકેટ જોઈશે. તેમજ જે વ્યક્તિના લગ્ન થઈ ગયા હોય તેણે તલાક થયાના છ મહિના બાદ આવેદન કરી શકાશે.
આમ સાઉદી અરેબિયાએ ચાર દેશની કન્યાઓને પોતાના દેશ માટે રોકી દીધી છે.