Site icon

સાઉદી અરબની આ મહિલાએ કર્યું એવું Tweet કે કોર્ટે ફટકારી 34 વર્ષ કારાવાસની સજા- જાણો શું છે સમગ્ર મામલો 

News Continuous Bureau | Mumbai

સાઉદી અરબની(Saudi Arabia) સલમા અલ-શેહબાબને (Salma Al-Shehbab) ૩૪ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પૂરી થયા બાદ સલમાએ ૩૪ વર્ષના ટ્રાવેલ પ્રતિબંધનો(travel restrictions) પણ સામનો કરવો પડશે.  

Join Our WhatsApp Community

સલમા અલ-શેહબાબે પોતાના ટિ્‌વટર એકાઉન્ટથી(Twitter account) સાઉદી મહિલાઓના(Saudi women) અધિકારોને લઈને ઘણા ટ્‌વીટ-રીટ્‌વીટ કર્યાં હતા. સલમાએ જેલમાં બંધ એક્ટિવિસ્ટ Loujain al-Hathloul સહિત અન્ય મહિલા કાર્યકર્તાઓને(women activists) છોડવાની માંગ કરી હતી. સાઉદી સરકારે તેના પર આરોપ લગાવ્યો કે તે ટિ્‌વટરના માધ્યમથી સલમા લોકો વચ્ચે અશાંતિ પેદા કરવા ઈચ્છે છે, તેના ટ્‌વીટથી રાષ્ટ્રીય સુરક્ષા(National security) માટે ખતરો ઉભો થયો હતો. સાઉદી ટેરરરિઝમ કોર્ટે(Saudi Terrorism Court) તેને ૩૪ વર્ષની સજા ફટકારી છે. 

સલમાને બે બાળકો છે. તેમાંથી એકની ઉંમર ૪ વર્ષ અને બીજાની છ વર્ષ છે. પહેલા તેને છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ સોમવારે તેની સજા સાઉદી ટેરરિઝમ કોર્ટે વધારીને ૩૪ વર્ષની કરી દીધી છે. એકવાર સલમાની આ સજા પૂરી થઈ જશે, ત્યારબાદ ૩૪ વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ લાગૂ કરવામાં આવશે.  કોર્ટે જ્યારે સલમાને સજા સંભળાવી તો તેના ટ્‌વીટ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી વિશે પણ વાત કરવામાં આવી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી, જેમાં Loujain al-Hathloul મુખ્ય છે.  

આ સમાચાર પણ વાંચો : જન્માષ્ટમી ના પાવન અવસર પર રણવીર સિંહ-દીપિકા પાદુકોણે કરી ગૃહપ્રવેશ ની પૂજા-તસવીરો થઇ વાયરલ-જુઓ ફોટોગ્રાફ્સ

સલમાએ એક્ટિવિસ્ટ Loujain al-Hathloulની બહેન લિનાના ટ્‌વીટને રી-ટ્‌વીટ કર્યું હતું. આ ટ્‌વીટમાં લિનાએ પોતાની બહેન Loujain al-Hathloulને છોડવાની માંગ કરી હતી. તો સલમાએ સાઉદીથી અસહમતિ રાખનાર તે કાર્યકર્તાઓના ટ્‌વીટને પણ રી-ટ્‌વીટ કર્યાં જે રેફ્યૂજીની જિંદગી પસાર કરી રહ્યાં છે.  સલમાની ધરપકડ જાન્યુઆરી ૨૦૨૧માં સાઉદી અરબમાં થઈ હતી, ત્યારે તે રજાઓ માણવા પહોંચી હતી. તે બ્રિટનમાં(Britain) રહેતી હતી અને યુનિવર્સિટી ઓફ લીડ્‌સથી(University of Leeds) પીએચડી કરી રહી હતી. સલમા શિયા મુસ્લિમ છે.  

આ મામલામાં ડો. બેથને અલ હૈદરીનું (Dr. Bethany Al Haidari) નિવેદન પણ સામે આવ્યું છે. તે અમેરિકામાં હ્યુમન રાઇટ્‌સ ઓર્ગેનાઇઝેશનમાં(Human Rights Organization) સાઉદી કેસ મેનેજર છે. ડો. અલ હૈદરીએ કહ્યું કે સાઉદી દુનિયાની સામે દેખાડો કરે છે કે ત્યાં મહિલાઓના હિત માટે કામ થઈ રહ્યું છે, મહિલાઓની સ્થિતિ સુધરી રહી છે. કાયદામાં સુધાર થઈ રહ્યો છે, પરંતુ જે રીતે સલમાને સજા ફટકારવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ છે કે ત્યાં દિવસેને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : ધ ડર્ટી પિક્ચરની સિક્વલ પર કામ થયું શરૂ- વિદ્યા બાલન નહીં આ અભિનેત્રી ભજવી શકે છે સિલ્ક સ્મિતા ની ભૂમિકા

Donald Trump: મોદીની નીતિ સફળ: ‘હેકડી’ છોડીને ટ્રમ્પ નો યુ-ટર્ન, ભારત સાથે વેપાર સમજૂતી માટે અમેરિકા તૈયાર, PM મોદી માટે આપ્યું મોટું નિવેદન.
Lawrence Bishnoi Gang: કેનેડામાં ફરી ગેંગવોરની દહેશત! લૉરેન્સ બિશ્નોઈ ગેંગે ભારતીય વેપારીની હત્યા કરી, પંજાબી સિંગરના ઘર પર પણ ગોળીબાર.
Israel Gaza: ટ્રમ્પના શાંતિ કરારના ઊડ્યા ધજાગરા, ઇઝરાયલે ગાઝા પર ફરી એરસ્ટ્રાઇક કરી, આટલા થી વધુ લોકોના મોત
India-China Border: મોદી-જિનપિંગ મુલાકાતની અસર, સરહદ વિવાદ ઉકેલવા માટે ભારત અને ચીન વચ્ચે ફરી વાટાઘાટો શરૂ, શું સંબંધો સુધરશે?
Exit mobile version