News Continuous Bureau | Mumbai
નેન્સી પેલોસીની(Nancy Pelosi) તાઈવાન(Taiwan) મુલાકાત બાદ ચીન(China) અને તાઈવાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.
ગુરુવારે ચીને એક ડગલું આગળ વધીને 11 મિસાઇલો(Missiles) તટીય વિસ્તારોની(coastal areas) આસપાસના છોડી.
જોકે આ હવાઈ હુમલામાં(air attack) ઘણી મિસાઈલો જાપાનના(Japan) ક્ષેત્રમાં પણ પડી છે..
જાપાનના રક્ષા મંત્રી(Japan's Defense Minister) દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન દ્વારા છોડવામાં આવેલી પાંચ મિસાઈલો જાપાનના ક્ષેત્રમાં પડી છે.
આ એક ગંભીર મામલો છે કારણ કે તેનો સીધો સંબંધ આપણા દેશની સુરક્ષા(country's security) સાથે છે. અમે લોકોની સુરક્ષા સાથે કોઈ સમાધાન નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે બુધવારે તાઈવાનના એર ઝોનમાં(air zone) 27 ચીની ફાઈટર એરક્રાફ્ટ(Chinese fighter aircraft) જોવા મળ્યા હતા. ચીનની આ અવળચંડાઈને કારણે તાઈવાને તેની મિસાઈલ સિસ્ટમ(Missile system) પણ સક્રિય કરી દીધી હતી.
આ સમાચાર પણ વાંચો : ભારતના તાઈવાન સાથે ત્રણ દાયકા જૂના સંબંધ-તેમ છતાં ભારત-તાઈવાન વચ્ચે ડિપ્લોમેટિક રિલેશન નથી- જાણો શું છે કારણ