ન્યુઝ કન્ટીન્યુઝ.બ્યુરો
23 ઑગસ્ટ, 2021
સોમવાર.
કાબુલ પર કબજો કર્યા બાદ તાલિબાનના લડાકુઓ હવે બળવાખોરોના ગાઢ પંજશીર ખીણ તરફ આગળ વધી રહ્યા છે પરંતુ આ દરમિયાન તેમને આંચકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, તાલિબાને કારી ફસીહુદ દીન હાફિઝુલ્લાહના નેતૃત્વમાં પંજશીર પર હુમલો કરવા માટે સેંકડો આતંકવાદીઓને મોકલ્યા હતા, બગલાન પ્રાંતની અંદરાબ ખીણમાં પંજશીરના રજિસ્ટેન્સ ફોર્સે તાલિબાન પર હુમલો કર્યો હતો.
તાલિબાન વિરોધી લડવૈયાઓ દાવો કરે છે કે તેઓએ આ હુમલામાં 300 તાલિબાનને મારી નાખ્યા છે. સાથે જ એવા પણ અહેવાલ છે કે હુમલા બાદ ઘણા તાલિબાનો ને કેદ કર્યા છે.
