News Continuous Bureau | Mumbai
ઑસ્ટ્રેલિયાના(Australia) લેબર પાર્ટીના(Labor Party) વડા એન્થોની અલ્બેનિસે(Anthony Albanese) આંતરરાષ્ટ્રીય મિટિંગ(International meeting) માટે ટોક્યો(Tokyo) જતા પહેલા દેશના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે.
અલ્બેનીઝ પદભાર સંભાળ્યા બાદ સીધા જ ક્વાડ સમિટમાં(Quad Summit) ભાગ લેવા માટે જાપાન(Japan) જશે જ્યાં જેઓ પીએમ મોદીને(PM Modi) પણ મળશે.
તેઓ ક્વાડ પહેલ અને કાર્યકારી જૂથોની સ્થિતિનું મૂલ્યાંકન કરશે, સહકાર માટે નવા ક્ષેત્રો સૂચવશે અને ભાવિ સહકાર(Future cooperation) માટે વ્યૂહાત્મક દિશા(Strategic direction) અને દ્રષ્ટિ પ્રદાન કરશે.
આ સાથે જ એન્થોની અલ્બેનીઝ દેશના 31માં વડા પ્રધાન(Prime Minister) બન્યા છે.
એન્થોની અલ્બેનીઝે મત આપવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ટ્વિટ કર્યું હતું કે, ‘આભાર ઓસ્ટ્રેલિયા.’ “ઓસ્ટ્રેલિયન લોકોએ આજે રાત્રે પરિવર્તન માટે મતદાન કર્યું”
આ સમાચાર પણ વાંચો : વિશ્વના આ દેશમાં કોરોના પાછો ફર્યો, ભારત સહિત 16 દેશોની યાત્રા પર પ્રતિબંધ.. જાણો વિગતે