News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના પૂર્વ પીએમ(Former PM of Pakistan) ઇમરાન ખાનની(Imran Khan) મુશ્કેલી વધી ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ ઇમરાન ખાન સામે આતંકવાદ વિરોધી અધિનિયમની (Anti-Terrorism Act) કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પછી ઈમરાન ખાન વિરુદ્ધ અરેસ્ટ વોરંટ(Arrest warrant ) જાહેર કરવામાં આવ્યું છે.
એટલે કે હવે કોઈપણ સમયે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે.
પાકિસ્તાનના પૂર્વ પીએમ પર એક જજ અને બે ઉચ્ચ અધિકારીઓને ધમકાવવાનો આરોપ છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે (20 ઓગસ્ટ) એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે ઈમરાન ખાને ટોચના પોલીસ અધિકારીઓ(Top Police Officers), એક મહિલા મેજિસ્ટ્રેટ(Women Magistrates), પાકિસ્તાનના ચૂંટણી પંચ(Election Commission of Pakistan) અને રાજકીય વિરોધીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની ધમકી આપી હતી.
આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી
