ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
ભારત અને પાકિસ્તાનના ખેડૂતોને તીડના આક્રમણના સંકટમાંથી મુક્તિ મળી ગઈ છે. બંને દેશોના સંયુક્ત પ્રયાસથી તીડનું સંકટ નિવારવામાં આ વર્ષે સફળતા મળી છે. ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રએ પણ બંને દેશોની આ પહેલની સરાહના કરી છે. બંને દેશો વચ્ચે અવરનાર થતા સંઘર્ષ વચ્ચે પણ ભારતમાં કૃષિ મંત્રાલય હેઠળની લોકસ્ટ વૉર્નિંગ ઓર્ગેનાઈઝેશન અને પાકિસ્તાનની સરકારી લોકસ્ટ મોનિટરિંગ સંસ્થાઓ વર્ષોથી સાથે કામ કરે છે.
આ બંને સિવાય ઈરાન અને અફઘાનિસ્તાનમાં પણ યુએનની ટીમ તીડનું મોનિટરિંગ કરે છે. મોનિટરિંગ દરમિયાન ડેટા ભેગો કરવામાં આવે છે અને એકબીજા સાથે વહેંચવામાં પણ આવે છે, જેથી અનુમાન લગાવી શકાય કે, તીડનો ઉછેર ક્યાં અને કેટલી માત્રામાં થઈ રહ્યો છે. ઉપરાંત કયા વિસ્તારમાં ખતરાની શક્યતા છે તેનું પણ આકલન કરવામાં આવે છે. ગયા વર્ષે આ બંને સંસ્થા એવી સાવધ રહી હતી કે, તીડને ઉછેરવાની તક જ મળી ન હતી.
આ સંદર્ભે યુએનની ખાદ્ય અને કૃષિ સંસ્થાના વરિષ્ટ લોકસ્ટ ફોરકાસ્ટિંગ ઓફિસર કીથ ક્રેસમાનએ મીડિયાને કહ્યું હતું કે “ભારત-પાકિસ્તાનના સંયુક્ત ઓપરેશનથી તીડનો આતંક અટક્યો છે. જો આફ્રિકન દેશોમાં પણ આવી ભાગીદારી થાય તો વિશ્વમાં તીડનો પ્રકોપ ખતમ થઈ જશે.”
કિમ જોંગનું અચાનક ઘટી ગયું વજન! તાનાશાહના આવા હાલ જોઇને રડી રહી છે જનતા ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે તીડનું ઝૂંડ કરોડોની સંખ્યામાં હુમલો કરે છે અને ૩૫ લાખ લોકોનું અનાજ ચટ કરી જાય છે. તીડ રેતાળ જમીનમાં ઈંડા આપે છે. ભારતમાં મુશ્કેલી એ છે કે, રાજસ્થાન ઝડપથી હરિયાળું બની રહ્યું છે. હવે તેમણે ઉછેર માટે જેસલમેરના પશ્ચિમી વિસ્તારો અને પાકિસ્તાની સરહદી વિસ્તાર પસંદ કરવા પડે છે.