ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
કહેવાય છે કે 'પ્યાર અંધા હોતા હૈ', પ્રેમની કોઈ વ્યાખ્યા હોતી નથી. કંઈક આવું જ જાપાનમાં જોવા મળ્યું છે. જાપાનના રાજા નારુહિતોની ભત્રીજી માકોએ રાજપાટ તેમ જ રાજવી જીવન છોડી દીધું છે અને કોમુરો નામના એક સામાન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં છે. આ ઉપરાંત તેણે લગ્ન સમયે રાજમહેલ તરફથી મળતા 14 કરોડ યુઆનને પણ ત્યજી દીધા છે.
તેણે પોતાના શૈક્ષણિક સમયે કોમુરોની પસંદગી કરી લીધી હતી અને બંનેનું શિક્ષણ પૂરું થતાં હવે તેમણે લગ્ન કરી લીધાં છે. આવનાર સમયમાં આ નવદંપતી જાપાન છોડી દેશે અને પોતાનું આગળનું જીવન ન્યૂ યૉર્કમાં વ્યતીત કરશે.
સ્વાસ્થ્ય જાણકારી : ડાર્ક ચૉકલેટ ખાવાથી વધે છે એનર્જી; જાણો એના અનેક અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
