News Continuous Bureau | Mumbai
પયગંબર મુહમ્મદ(Prophet Muhammad) પર નૂપુર શર્મા(Nupur Sharma)ની ટિપ્પણીનો વિરોધ દેશની સાથે વિદેશમાં પણ થઈ રહ્યો છે.
હવે આ વિવાદને લઇને કુવૈત(Kuwait)ના એક સુપર માર્કેટમાંથી ભારતીય પ્રોડક્ટસ(Indian product)ને હટાવી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
કુવૈત શહેરની બહારના સુપરમાર્કેટ્સમાં ચોખાની બોરીઓ(Sacks of rice), મસાલા અને મરચાંની છાજલીઓ (Spices and chili shelves)પ્લાસ્ટિકની ચાદરથી ઢંકાયેલી છે.
અહીં અરેબિક ભાષા(Arabic language)માં મેસેજમાં લખ્યું હતું કે અમે ભારતીય ઉત્પાદનો હટાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે સાઉદી અરેબિયા, કતાર અને ક્ષેત્રના અન્ય દેશો ઉપરાંત ઇજિપ્તની અલ અઝહર યુનિવર્સિટીએ ભાજપના પ્રવક્તાના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
જો કે ભાજપે કડક કાર્યવાહી કરતા પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ મંદિર સૌથી સ્વચ્છ મંદિર- સતત બીજી વખત સ્વચ્છતાનો ખિતાબ મેળવ્યો-જાણો વિગતે