News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનમાં(Pakistan ) અજબ ગજબ ની ઘટનાઓ થઇ રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન(Prime minister) જ્યારે સાઉદી અરબ પહોંચ્યા ત્યારે તેમની વિરુદ્ધમાં જે સૂત્રોચ્ચાર થયા હતા તે માટે પાકિસ્તાનની અદાલતમાં ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન(Imran khan) વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાન ના સાંસદ ફહીમ ખાને(MP fahim khan) પાકિસ્તાનની સંસદમાં એક વિડીયો બનાવ્યો અને તે વીડિયોમાં પોતાના દેશના વડાપ્રધાનને આંતરરાષ્ટ્રીય ભિખારી ગણાવ્યા.
આ સમાચાર પણ વાંચો : ગજબની બેઈજ્જતી થઈ ભાઈ. પાકિસ્તાન જેના ખભે બંદૂક રાખીને ભારત પર નિશાન તાકતુ હતું તે દેશે પાકિસ્તાની નાગરિકો માટે પોતાના દરવાજા બંધ કર્યા.
હાલ આ વિડીયો પાકિસ્તાનમાં આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન સાઉદી અરબ(Saudi Arab) ની મુલાકાતે ગયા ત્યાર બાદ સાઉદી અરબે પાકિસ્તાનને વધુ એક વખત ઉધારી આપી છે. પાકિસ્તાનના અર્થતંત્ર(Economy) માટે આ પૈસા ખૂબ જરૂરી હતા. આમ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તર પર બેઈજ્જતી થઇ રહી છે.