ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.
મુંબઈ 14 એપ્રિલ 2021.
બુધવાર.
સમગ્ર વિશ્વમાં જ્યાં કોરોનાની બીજી લહેરે પોતાની ચપેટમાં લીધા છે. ત્યાં જ વિશ્વમાં કોરોના વેક્સિનેશન માટેનું અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. વિશ્વના અમુક દેશો એ રસી તૈયાર કરી છે અને એ રસી લોકો સુધી પહોંચાડી પણ છે ત્યાં જ પાકિસ્તાને એક મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાને કરેલા દાવા મુજબ ચીનની મદદથી હવે પાકિસ્તાન પોતે કોરોના વેક્સિન બનાવશે. અને એ પણ એવી કે એનો એક જ ડોઝ કોરોનાના નિવારણ માટે પૂરતો હોય.
પાકિસ્તાન મીડિયા એ આપેલા અહેવાલ મુજબ, પાકિસ્તાનની રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા વહેલામાં વહેલી તકે ચીને બનાવેલી કેન્સિનોબાયો જેવી વેક્સિન બનાવવાનું છે. ચીન પાસેથી રસી બનાવવાની વિનંતી પાકિસ્તાને કરી છે. આ મહિના સુધી એ રસી બનાવવા માટેનો કાચો માલ પાકિસ્તાન સુધી પહોંચી જશે. જોકે એ પહેલાં જ ચીનની એક પરીક્ષણ ટીમ પાકિસ્તાન આવી ચૂકી છે.
મુંબઈ બાદ પુનાના વેપારી પણ સરકારના નિર્ણયની વિરોધમાં. ખખડાવી શકે છે હાઈકોર્ટનો દરવાજો. જાણો વિગત.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આ ચીનની રસીના એક ડોઝ બાદ જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.