News Continuous Bureau | Mumbai
ભારત(India)ના પાડોશી દેશ શ્રીલંકા(Sri lanka)માં સ્થિતિ વધુ વિકટ બનતી જઈ રહી છે. અહીં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન(protest) થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે(President Gotbaya Rajapaksa)ના નિવાસસ્થાન(resident)ને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું છે.
SRI LANKANS take a dip at the Presidential palace's swimming pool, raid the bedroom and kitchen as President Gotabaya Rajapaksa flees. Protestors want the Head of State OUT #SriLanka #gotabayarajapaksa #GotaGoHome @WIONews pic.twitter.com/l7mK7qMQRk
— Eric Njoka @eriknjoka) July 9, 2022
દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રદર્શનકારીઓનો એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ રાષ્ટ્રપતિ ભવન(Rashtrapati Bhavan) ખાતેના સ્વિમિંગ પૂલ(swiminig pool)માં ધુબાકા મારીને મજા માણી રહ્યા છે. વિડીયોમાં રાષ્ટ્રપતિ ભવનમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. ચારે બાજુ અરાજકતાનો માહોલ છે. આ વાતાવરણમાં કેટલાક લોકો સ્વિમિંગ પૂલમાં મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તે જ સમયે કેટલાક પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ ભવનમાં હાજર બેડરૂમમાં ગયા અને અંદર બેડ પર હંગામો મચાવ્યો હતો. સાથે રાષ્ટ્રપતિના આવાસ(Rashtrapati Bhavan)માં પણ ભારે તોડફોડ કરી હતી.
Situation uncontrollable in Sri Lanka…Protesters occupied the President's residence…Enjoyed from bed to swimming pool#SriLanka #SriLankaCrisis #SriLankaEconomicCrisis pic.twitter.com/LO2lwov2Ea
— Anurag Sisodia (@AnuragSisodia14) July 9, 2022
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે પ્રદર્શનકારીઓને રાષ્ટ્રપતિ ભવનમાં પ્રવેશતા રોકવા માટે ટીયર ગેસ(tear gase)ના સેલ પણ છોડ્યા હતા, પરંતુ પ્રદર્શનકારીઓ અડગ રહ્યા હતા. આ વિરોધમાં અનેક લોકો ઘાયલ થયા છે.
આ સમાચાર પણ વાંચો : કુદરત વીફર્યું- અમરનાથ ગુફા પાસે વાદળ ફાટ્યું- 15થી વધુ યાત્રીઓના મોત- આટલા યાત્રાળુઓ હજી ગુમ- જાણો વિગત