News Continuous Bureau | Mumbai
આઝાદી પછીની સૌથી મોટી આર્થિક તંગીનો સામનો કરી રહેલા શ્રીલંકાની(Srilanka) પરિસ્થિતિ બગડતી જાય છે.
શ્રીલંકામાં વધતા રાજકીય(Political crisis) અને આર્થિક સંકટ(Financial Crisis) વચ્ચે સરકારે દેશવ્યાપી કર્ફ્યુ(Nationwide Curfew) લાગુ કર્યો છે.
દેશવ્યાપી કર્ફ્યુ સોમવારે રાત્રે 8 વાગ્યાથી મંગળવારે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.
શ્રીલંકામાં સરકાર તરફી અને સરકાર વિરોધી વિરોધીઓ વચ્ચે હિંસક અથડામણો(Violent clashes) જોવા મળ્યા પછી આ જાહેરાત કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિના(President) મીડિયા વિભાગે આ માહિતી આપી છે.
ઉલેખનીય છે કે જનતાના ઉગ્ર વિરોધના પગલે દેશના વડા પ્રધાન મહિન્દા રાજપક્ષેએ(Prime Minister Mahinda Rajapaksa) પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનનું વિચિત્ર નિવેદન – ‘આ લોકોને સત્તા આપવા કરતાં સારું થાત કે કોઈએ દેશ પર એટમ બોમ્બ નાખ્યો હોત… જાણો વિગતે