Site icon

માનવતાની વાતો કરતા તાલિબાનીઓનો બેનકાબ થયો ચહેરો, જે પાર્કમાં તાલિબાનોએ મોજમજા કરી હતી એ જ પાર્કમાં ચાંપી દીધી આગ; જુઓ વીડિયો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ તાલિબાનના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વીડિયોમાં તાલિબાની આતંકીઓ બાળકો માટેના એમ્યુઝમેન્ટ પાર્કમાં એક રાઇડની મજા લેતા જોવા મળ્યા હતા. આ વીડિયોમાં તે હાથમાં હથિયારો સાથે ઇલેક્ટ્રિક બમ્પર કાર ચલાવી રહ્યા હતા. કેટલાક તાલિબાનીઓ કારને એકબીજા સાથે અથડાવતા જોવા મળ્યા હતા,જ્યારે કેટલાક સવારી કરતી વખતે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો વાયરલ થયો છે, જેમાં આ એમ્યુઝમેન્ટ પાર્ક આગની જ્વાળાઓમાં ઘેરાયેલો નજરે પડે છે. આ પાર્કને તાલિબાનીઓએ આગના હવાલે કરી દીધો છે. આમ એક તરફ મહિલાઓને અધિકાર આપવાની વાત કરતા તાલિબાની આતંકીઓનો ચહેરો આ હરકત બાદ ફરી બેનકાબ થઈ ગયો છે.

નારાયણ રાણેની ‘જન આશીર્વાદ યાત્રા’ માં કોરોના નિયમોનો ભંગ, મુંબઈ પોલીસે અત્યાર સુધીમાં ભાજપના કાર્યકરો સામે આટલી FIR નોંધી ; જાણો વિગતે

સોશિયલ મીડિયા પર વીડિયો શૅર કરનાર ટ્વિટર યુઝરે દાવો કર્યો છે કે આ ક્લિપ શેબરઘનના બોખડી એમ્યુઝમેન્ટ પાર્કનો છે. ટ્વિટર યુઝરે આગળ કહ્યું કે મનોરંજન પાર્કને સળગાવવા માટે તાલિબાન દ્વારા ઉદ્ધત કારણ એ છે કે પાર્કની અંદર મૂર્તિઓ છે, જે ઇસ્લામી પ્રથાઓની વિરુદ્ધ છે.

 

Donald Trump: ભારત સાથે તણાવ પર ટ્રમ્પ ઘેરાયા! 19 સાંસદોએ લખ્યો પત્ર, કર્યો આવો આગ્રહ
TTP: પાકિસ્તાન સેના પર બોર્ડર પાસે મોટો હુમલો, કર્નલ-મેજર સહિત આટલા જવાનોના મોત, TTP એ લીધી હુમલાની જવાબદારી
UPI Launch: દેશ જ નહીં હવે વિદેશ માં પણ વાગશે UPIનો ડંકો,પીયૂષ ગોયલ એ આ દેશ માં સિસ્ટમ લોન્ચ કરતા કહી આવી વાત
Donald Trump: ‘જો હું ટેરિફ ન લગાવતો તો…’, ટ્રમ્પે ભારત-પાક યુદ્ધવિરામ પર ફરી કર્યો આવો દાવો
Exit mobile version