News Continuous Bureau | Mumbai
જ્યારે નસીબ મહેરબાન થાય છે ત્યારે તે તમને જાણ કર્યા વિના તમારા પર નોટોનો વરસાદ(Rain of notes) શરૂ કરે છે. આવું જ કંઈક કંઈક ઓસ્ટ્રેલિયાના(Australia) એક બારટેંડર(Bartender) સાથે થયું જ્યારે બંધ ATMએ તેના નસીબના દરવાજા ખોલી નાંખ્યા.
આ કહાણી તે રાતની છે જ્યારે ધંધાથી બારટેંડર ડેન સેન્ડર્સ(Bartender Dan Sanders) દારૂ પીને એટીએમ માટે પોતાના ઘરથી નીકળ્યો હતો. ડેન એટીએમમાં 10,000 રૂપિયા ઉપાડવા ગયો હતો. ATM પર ટ્રાન્ઝેક્શન કેન્સલ(Cancel the transaction) કરવાનો મેસેજ આવ્યો. પરંતુ પૈસા ઉપાડવાનો પ્રયાસ કરતા રોકડ આવવા લાગી. ત્યારબાદ તેણે આવી રીતના 9 કરોડ રૂપિયા નીકાળી લીધા અને 5 મહિનામાં તે તમામ રૂપિયા તેણે ઉડાવી પણ દીધા.
એટીએમની ખામીની જાણ થતાં તેણે ફરીથી રૂ.68,000 ઉપાડવાનો પ્રયાસ કર્યો, અને આ વખતે પણ તેને પૈસા મળી ગયા. પહેલા તેને લાગ્યું કે આ તેના બેંક ખાતામાં કોઈ ભૂલનો મામલો છે પરંતુ પછી તેને બેંકની ભૂલ પકડવામાં તેને વધુ સમય ન લાગ્યો અને તે પછી તેણે એટીએમની ભૂલનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો અને વારંવાર થોડા થોડા કરીને રૂ.9 કરોડ રૂપિયા ઉઠાવી લીધા. આશ્ચર્યની વાત એ છે કે આ સમય દરમિયાન તેમના બેંક ખાતામાંથી 1 રૂપિયો પણ કપાયો ન હતો અને રોકડ તેની પાસે આવતી રહી. જે બાદ તેણે દારૂના નશામાં અને છોકરીઓ પાછળ પૈસા ઉડાવ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : પૂર્ણવિરામ મુકાયું- ચીનમાં તખ્તાપલટ સહિતની અફવાઓ વચ્ચે જિનપિંગ જાહેરમાં દેખાયા- જાણો ક્યાં ગાયબ હતા
ડેને મહિલાઓ સાથે પ્રાઈવેટ જેટમાં પાર્ટીમાં 44 લાખની ઉડાન ભરી હતી. તે શહેરની પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં(restaurant) જતો, પબમાં દારૂ પીતો અને અઢળક પૈસા ખર્ચતો. આ સમય દરમિયાન તેણે વ્યભિચાર ઉપરાંત એક મિત્રની યુનિવર્સિટીની ફી (University fees) પણ ચૂકવી હતી. પરંતુ આ પછી ડેન અંદરથી આ ચોરીથી ડરી રહ્યો હતો. તેથી તે ચિકિત્સક પાસે ગયો અને સમગ્ર ઘટના જણાવી. જેના પર ચિકિત્સકે તેને સરેન્ડર કરવાનું સૂચન કર્યું હતું. ડેન 2016 માં જેલમાંથી મુક્ત થયો હતો અને હવે તે 1 કલાક માટે રૂ.1000 સાથે ફરીથી બારટેન્ડર તરીકે કામ કરી રહ્યો છે. મે ૨૦૧૬માં ડેનને જેલમાંથી મુકત કરવામાં આવ્યો. ડેને જેલમાંથી બહાર આવ્યા બાદ ફરી બારમાં કામ કરવાનું શરૂ કરી દીધું છે. જયાં તેને એક કલાકના કામ માટે એક હજાર રૂપિયા મળે છે. ડેન સાથે જે બન્યું તે બધું અકસ્માતે થયું. તેમની વાર્તા ઘણા સમાચાર લેખોમાં કહેવામાં આવી હતી, એવી પણ ચર્ચા હતી કે તેમની વાર્તા પર એક ફિલ્મ પણ બનાવવામાં આવશે. પરંતુ હાલમાં જ તેની વાર્તા Spotify પર પ્રસારિત થનારા નવા પોડકાસ્ટ ધ ગ્લિચમાં લોકો સમક્ષ આવી હતી. આ પછી તે ફરી એકવાર ચર્ચામાં છે.