News Continuous Bureau | Mumbai
આખી દુનિયામાં (World) કરોડો લોકો કામ કરે છે, પરંતુ અમુક જ એવા લોકો છે, જેઓ તેમના કામ (Work) ને ખૂબ પ્રેમ કરે છે અને સખત મહેનત કરે છે. બીજી તરફ, કેટલાક લોકોને તેમના કામ પ્રત્યેનો જુસ્સો હોય છે અને એ ઝનૂનમાં તેઓ કંઈ પણ કરે છે, તેમના માટે કોઈ કામ મુશ્કેલ નથી હોતું. જો કે, દુનિયામાં એવા બહુ ઓછા લોકો છે જે પોતાની પ્રતિભા અને કામ કરીને વર્લ્ડ રેકોર્ડ (World record) બનાવે છે. દરમિયાન આવી જ એક ભારતીય યુવતી (Indian girl) માનસા ગોપાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. એક ફૂડ ડિલિવરી ગર્લ (Food dilevery girl ) તેના ગ્રાહકને ફૂડ ડિલિવરી કરવા માટે 30,000 કિમીની સફર કરીને સિંગાપોર (Singapore) થી એન્ટાર્ટિકા (Antarctica) પહોંચી હતી.
સામાન્ય રીતે ફૂડ ડિલિવરી બોય કે ગર્લ 20-30 કિમી સુધીના એરિયામાં ફૂડ ડિલીવર કરે છે, પરંતુ આટલી લાંબી સફર કરીને ફૂડ ડિલિવર કરવું એ સાહસભર્યું કામ છે. આ સાહસિક ફૂડ ડિલિવરી ગર્લનું નામ મનસા ગોપાલ છે અને તે ચેન્નાઈની છે. મનસાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેણે જણાવ્યું છે કે તેણે ભોજન પહોંચાડવા માટે કુલ ચાર ખંડો પાર કર્યા અને સિંગાપોરથી એન્ટાર્કટિકા પહોંચી. તેણે તેને ‘વિશ્વની સૌથી લાંબી ફૂડ ડિલિવરી’ યાત્રા ગણાવી હતી. આ સાથે તેણે પોતાના નામે અનોખો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: આવકવેરા વિભાગની ચેતવણી …જો આ નહીં કરો તો તમારું પાન કાર્ડ રદ્દ કરવામાં આવશે!