Site icon

Adani Power Bangladesh: ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ ભારતના આ પાડોશી દેશને ભણાવ્યો પાઠ, અડધા દેશ માં છવાયો અંધારપટ; જાણો શું છે કારણ

Adani Power Bangladesh: ગૌતમ અદાણીની કંપની અદાણી પાવર બાંગ્લાદેશમાં વીજળીનો સપ્લાય બંધ કરી શકે છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલ મુજબ, જો બાંગ્લાદેશ 7 નવેમ્બર સુધીમાં ચુકવણી નહીં કરે તો અદાણી પાવર બાંગ્લાદેશને વીજળીનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદાણી પાવરની પેટાકંપની અદાણી પાવર ઝારખંડ પાવર લિમિટેડ અથવા APJL એ તાજેતરમાં બાંગ્લાદેશને તેની વીજળીનો પુરવઠો અડધો કરી દીધો છે.

Adani Power Bangladesh Days after power cut move by Gautam Adani, Bangladesh takes BIG step

Adani Power Bangladesh Days after power cut move by Gautam Adani, Bangladesh takes BIG step

News Continuous Bureau | Mumbai

Adani Power Bangladesh: અદાણી ગ્રુપની કંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડ બાંગ્લાદેશને વીજળી વેચે છે. આ વીજળી ઝારખંડના ગોડ્ડામાં ઉત્પન્ન થાય છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ અદાણી પાવરને પેમેન્ટની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, ગયા અઠવાડિયે કંપનીએ બાંગ્લાદેશને મોટી ચેતવણી આપી અને વીજળીનો પુરવઠો અડધો કરી દીધો. આ પછી બાંગ્લાદેશ લાઇન પર આવતું જણાય છે. અહેવાલ છે કે સમયમર્યાદા પહેલા જ પેમેન્ટ શરૂ કરી દેવામાં આવ્યું છે. બે વરિષ્ઠ સરકારી અધિકારીઓએ પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે અદાણી પાવર ઝારખંડમાં તેના 1,600 મેગાવોટના ગોડ્ડા પ્લાન્ટમાંથી બાંગ્લાદેશમાં વીજળીની નિકાસ કરે છે. વીજ ઉત્પાદન માટે જરૂરી કોલસાની આયાતમાં પડકારોનો સામનો કરતી હોવાથી તેણે બાકી રકમ મેળવવાની સમયમર્યાદા લંબાવી છે .

Adani Power Bangladesh: બાંગ્લાદેશને વીજળીનું વેચાણ એપ્રિલ 2023થી શરૂ થશે

અદાણી પાવર લિમિટેડે તેના પાવર પ્રોજેક્ટમાંથી 10 એપ્રિલ 2023થી બાંગ્લાદેશમાં વીજળીની નિકાસ શરૂ કરી છે. કંપનીએ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ 25 વર્ષ માટે ગોડ્ડા પાવર પ્લાન્ટથી બાંગ્લાદેશને વીજળી સપ્લાય કરવા માટે 2017માં સોદો કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ વીજળીના લેણાંની ચૂકવણી ન થવાનું બીજું કારણ ડૉલરની અછત છે. પરિણામ એ આવ્યું કે 31 ઓક્ટોબરથી ઝારખંડના ગોડ્ડા પાવર પ્લાન્ટમાંથી 1496 મેગાવોટ પાવર ડિસ્કનેક્ટ થઈ ગયો. તેના બદલામાં 724 મેગાવોટ વીજળી પૂરી પાડવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો:  US Presidential Election 2024 : અમેરિકાની ચૂંટણીમાં વોટિંગ પછી પહેલું રિઝલ્ટ થયું જાહેર, કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ? જાણો કોણ જીત્યું…

Adani Power Bangladesh: 7,200 કરોડના લેણાં ચૂકવવાના બાકી 

હાલમાં, બાંગ્લાદેશ સરકારે અદાણી પાવર કંપનીને 850 મિલિયન ડોલર એટલે કે ભારતીય ચલણમાં રૂ. 7,200 કરોડના લેણાં ચૂકવવાના છે. જો કે, અદાણી પાવર અને બાંગ્લાદેશ સરકારની માલિકીના બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ વચ્ચે કોઈ સમજૂતી થઈ છે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી.

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પની સીધી કાર્યવાહીની ધમકી; કયા દેશ પર અમેરિકા ત્રાટકશે? જાણો આંતરરાષ્ટ્રીય રાજકારણના સૌથી મોટા સમાચાર
Trump Gaza Peace Board: ગાઝા શાંતિ બોર્ડમાં પાકિસ્તાનની એન્ટ્રીથી ઇઝરાયેલ લાલઘૂમ! ટ્રમ્પના એક નિર્ણયથી મિત્ર દેશો કેમ થયા નારાજ? જાણો શું છે અસલી ગેમપ્લાન.
Trump’s Board of Peace: ટ્રમ્પના ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાશે પીએમ મોદી? આમંત્રણની સાથે ફીનો આંકડો જાણીને ચોંકી જશો; જાણો શું છે આ આખી યોજના.
Trump Tariff Row: ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ આપશે યુરોપ! ટેરિફના નિર્ણયથી સાથી દેશો લાલઘૂમ, શું દુનિયામાં ભયાનક ‘ટ્રેડ વોર’ શરૂ થશે?
Exit mobile version