Site icon

તાલિબાની સરકારનો અસલી ચહેરો આવ્યો સામે, મહિલા માટે જાહેર કર્યું આ હુકમનામું; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

અફઘાનિસ્તાન(Afghanistan)માં તાલિબાન સરકાર(Taliban Govt) હવે પોતાના ઓરિજનલ રંગ આવી ગઈ છે. ગત વર્ષે સત્તા પરિવર્તન બાદ તાલિબાન સરકારે મહિલા(new rules for women)ઓ માટે એકદમ અલગ વિચારસરણી સાથે પોતાને દુનિયા સમક્ષ રજૂ કરી હતી. પરંતુ એક વર્ષમાં જ તાલિબાને પોતાનો અસલી ચહેરો બતાવી દીધો અને મહિલાઓના પહેરવેશને લઇને એક નવું હુકમનામું જાહેર કર્યું છે.  

Join Our WhatsApp Community

તાલિબાનીઓએ અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ એવો દાવો કર્યો હતો કે તે વધુ સારી રીતે પાછા આવ્યા છે. પરંતુ હવે તેમણે એક નવો નિયમ જાહેર કર્યો જે સાબિત કરે છે કે તાલિબાનના ઇરાદા ક્યારેય બદલાશે નહીં. તાલિબાન સરકારે મહિલાઓને જાહેરમાં બુરખો(women in burka) પહેરવાનો આદેશ કર્યો છે. માત્ર મહિલાઓ માટે જ નહીં પરંતુ પુરૂષો માટે પણ તાલિબાને કડક વલણ અપનાવ્યું છે.

શ્રીલંકામાં કટોકટી વચ્ચે મોટું રાજકીય સંકટ, પ્રધાનમંત્રી મહિંદા રાજપક્ષેએ આપ્યું રાજીનામું.. જાણો વિગતે

તાલિબાન સરકારે આ પહેલા તાજેતરમાં નોકરી કરતા પુરુષો માટે માથા પર ટોપી, દાઢી અને પગની ઘૂંટી ઉપર પેન્ટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અગાઉ એક આદેશ દ્વારા તાલિબાન સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, સ્કૂલોમાં છોકરા અને છોકરીઓ માટે અલગ-અલગ વર્ગ રાખવા ફરજિયાત છે. આ પાછળ તાલિબાને જણાવ્યું હતું કે, સ્કૂલમાં મહિલા અને પુરૂષ વિદ્યાર્થી એકબીજાને ન જોઈ શકે, કેમ કે તેનાથી અભ્યાસમાં વિક્ષેપ ઉભો થાય છે.

Epstein Files: એપસ્ટીન ફાઇલ્સ : 30 લાખ પાનાના દસ્તાવેજોમાં મસ્ક, ટ્રમ્પ અને બિલ ગેટ્સના નામથી ખળભળાટ
Sunetra Pawar: કાકાના આશીર્વાદ વગર સુનેત્રા પવારનો રાજ્યાભિષેક? મુંબઈમાં શપથ ગ્રહણ પહેલા બારામતીમાં ‘પવાર વર્સેસ પવાર’ ની લડાઈ તેજ
Oil Diplomacy: ક્રૂડ ઓઈલની દુનિયામાં ભૂકંપ! ટ્રમ્પની એન્ટ્રી સાથે ભારતની ઓઈલ રણનીતિ બદલાઈ, રશિયાને લાગશે મોટો ઝટકો?
Russia-Ukraine War Ceasefire: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે મંત્રણા સફળ? રશિયા એક સપ્તાહ માટે યુદ્ધવિરામ કરવા સંમત હોવાનો ટ્રમ્પનો દાવો
Exit mobile version