News Continuous Bureau | Mumbai
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફ અને આંતરરાષ્ટ્રીય વેપારને લઈને ચર્ચા જગાવી છે. તેમણે હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ચીન પ્રવાસ બાદ ભારત પર કટાક્ષ કર્યો અને દાવો કર્યો કે ભારત અમેરિકા પાસેથી 100 ટકા ટેરિફ વસૂલ કરે છે, જ્યારે અમેરિકા ભારત પાસેથી કોઈ ટેરિફ વસૂલતું નથી.
અમેરિકા વિના કંઈ ટકી શકશે નહીં – ટ્રમ્પ
ઓવલ ઓફિસમાંથી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા, ટ્રમ્પે કહ્યું, “અમે ભારત સાથે વધુ વેપાર કરતા નથી, પરંતુ તેઓ અમારી સાથે વેપાર કરતા રહ્યા છે, કારણ કે અમે તેમની પાસેથી કોઈ ટેરિફ લેતા નહોતા. આ એક મૂર્ખામી હતી. તેમણે જે પણ સામાન બનાવ્યો, તેને અમેરિકાના બજારમાં મોકલી દીધો. આનાથી અમેરિકા પર ખૂબ જ અસર થઈ અને અમે તેમને કંઈ મોકલી શકતા નથી. તેઓ અમારી પાસેથી 100 ટકા ટેરિફ વસૂલતા હતા.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “અમેરિકા વિના દુનિયામાં કંઈ પણ ટકી શકશે નહીં. અમેરિકા ખૂબ જ મોટું અને શક્તિશાળી છે. મેં મારા શાસનકાળના શરૂઆતના વર્ષોમાં તેને ખૂબ જ વિશાળ બનાવ્યું છે. મેં દુનિયાના ઘણા યુદ્ધોને વેપારની મદદથી અટકાવ્યા છે. વેપારમાં ટેરિફની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે.”
આ સમાચાર પણ વાંચો : Akshay Kumar: હેલિકોપ્ટર થી એકદમ સ્વેગ સાથે કેરળના મંદિર પહોંચ્યો અક્ષય કુમાર, મુંડુ માં એકદમ હેન્ડસમ જોવા મળ્યો અભિનેતા
ટેરિફ પર ટ્રમ્પની દલીલ
ટ્રમ્પે ભારત સહિત અન્ય દેશો પર લગાવવામાં આવેલા ટેરિફને યોગ્ય ઠેરવ્યા. તેમણે કહ્યું કે આનાથી અમેરિકન નોકરીઓ બચાવવામાં મદદ મળશે. તેમણે અગાઉ ભારત પર 25 ટકા ટેરિફ લગાવ્યો હતો, પરંતુ બાદમાં તેમાં વધુ 25 ટકાનો વધારો કરીને કુલ 50 ટકા ટેરિફ લગાવ્યો. આ નિર્ણય ત્યારે લેવાયો જ્યારે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું, જે ટ્રમ્પની સલાહ વિરુદ્ધ હતું.