ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સીબીઆઈ છેલ્લા લાંબા સમયથી ભારતમાં થી ભાગી ગયેલા મેહુલ ચોકસી ને ફરી એકવાર ભારત લાવવા પ્રયત્ન કરી રહી છે. આ માટે ભારતે એન્ટિગુઆ ને અરજી કરી હતી કે તેઓ મેહુલ ચોકસી નું નાગરિકત્વ રદ કરે. હવે આ સંદર્ભે એક મોટા સમાચાર એન્ટિગુઆ તેમજ બાર્બુડા તરફથી પ્રાપ્ત થયા છે. મળતા સમાચાર મુજબ મેહુલ ચોકસી ની નાગરિકતા રદ કરવા સંદર્ભે ત્યાંની સરકારે કામ શરૂ કરી દીધું છે. મેહુલ ચોકસી પર આરોપ છે કે તેણે નીરવ મોદી સાથે મળીને પંજાબ નેશનલ બેંક નું ફુલેકુ કરી દેશ છોડીને નાસી છૂટ્યા.
હવે નીરવ મોદી ની વિરુદ્ધમાં પણ ગાળિયો મજબૂત થયો છે ત્યારે બીજી તરફ મેહુલ ચોકસી પણ ફસાય એટલું નક્કી છે.
