Site icon

ઉત્તર કોરિયામાં ઘરના બારી બારણા ખોલવા પર પ્રતિબંધ .. ચીન તરફથી વાતા પવનમાં પીળી ધૂળની ડમરીઓ ઉડી નોર્થ કોરિયા પહોંચી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

23 ઓક્ટોબર 2020

ચીન તરફથી આવતાં પવનમાં પીળા રંગની ધૂળ ઉડીને નોર્થ કોરિયાના આકાશ માં છવાઈ ગઈ છે. આથી પોતાના દેશવાસીઓને ઘરની બારી સુદ્ધાં ખોલવા પર પ્રતિબંધ લાદ્યો હતો. ગુરૂવારે પ્યોંગયાંગમાં લોકો રેનકોટ પહેરીને બહાર ફરતા જોવા મળ્યા હતા. વરસાદ નહોતો તો પણ લોકો રેનકોટ કેમ પહેરીને ફરતાં હશે એવા સવાલના જવાબમાં  જાણવા મળ્યું હતું કે ચીન તરફથી પીળા રંગની ધૂળ આવી રહી હતી જે ચેપી રોગવાહક હોઇ શકે છે. આથી ગુરૂવારે કેટલાક વિસ્તારોમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ હતી. સડકો પર ચકલુંય ફરકતું દેખાતું નહોતું. આમ કોઈથી ન ડરનાર નોર્થ કોરિયા ચીની વાયરસથી ડરી ગયું છે. એનો દાવો છે કે અમારે ત્યાં કોરોનાનો એક પણ કેસ થયો નથી.  

પ્યોંગયાંગમાં રશિયન રાજદૂતાવાસે ફેસબુક પર એવો સંદેશો મૂક્યો હતો કે નોર્થ કોરિયન સરકારે તમામ રાજદૂવાતાસોને પણ એવી સલાહ આપી હતી કે તમે બહાર નીકળતા નહીં અને આખો દિવસ મકાનની બારીઓ બંધ રાખજો. નોર્થ કોરિયન ન્યૂઝ એજન્સીએ પણ આ સમાચારને સમર્થન આપ્યું હતું.  એજન્સીના  જણાવ્યા મુજબ ગુરૂવારે પ્યોંગયાંગની સડકો વેરાન અને સૂમસામ હતી. જે થોડાક લોકો અનિવાર્ય કારણસર બહાર નીકળ્યા એ બધાએ વરસાદ નહીં હોવા છતાં રેનકોટ પહેર્યા હતાં. કારણકે ચીનાથી પીળા કલરની ધૂળ આવી રહી હતી જે ઉત્તર કોરીયા માટે હાનિકારક જણાતી હતી.

UN Permanent Membership: શું ભારતને મળશે યુએનનું કાયમી સભ્યપદ? યુએનના પ્રવક્તાએ ભારતના વખાણમાં કહી આવી વાત
Donald Trump: રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિવાદાસ્પદ નિવેદનોએ વધારી આરોગ્ય નિષ્ણાતો ની ચિંતા, તથ્યો અને દાવાઓ વચ્ચેનો ભેદ સ્પષ્ટ થયો.
H-1B Visa: વિઝા વિવાદ વચ્ચે ભારતીય મૂળના 2 પ્રોફેશનલ્સને પ્રમોશન! આ અમેરિકન કંપનીઓએ બનાવ્યા સીઇઓ
India-US Relations: વિદેશ મંત્રી જયશંકરને મળ્યા બાદ માર્કો રુબિઓનું મોટું નિવેદન,ભારત અને અમેરિકા ના સંબંધ પર કહી આવી વાત
Exit mobile version