Behind the Scenes: પુતિનનો ઈરાન શાંતિ પ્લાન ટ્રમ્પને કેમ ન ગમ્યો? જાણો રશિયાના પ્રસ્તાવ પાછળનું અસલી કારણ અને ટ્રમ્પની ગણતરી

Behind the Scenes: ઈરાનનું એનરિચ્ડ યુરેનિયમ રશિયા ટ્રાન્સફર કરવાની પુતિનની ઓફર ટ્રમ્પે ફગાવી: ‘ખરાબ સોદો ક્યારેય નહીં કરું’, અમેરિકી રાષ્ટ્રપતિના મક્કમ વલણથી મિડલ ઈસ્ટમાં સસ્પેન્સ વધ્યું.

by Akash Rajbhar
Behind the Scenes Why Donald Trump Rejected Putin’s Peace Plan for the Iran Conflict

News Continuous Bureau | Mumbai

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગને અટકાવવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મધ્યસ્થી કરવાની કોશિશ કરી છે. તાજેતરમાં પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી એક મહત્વનો પ્રસ્તાવ મૂક્યો હતો. પુતિનનું સૂચન હતું કે ઈરાનનું તમામ એનરિચ્ડ યુરેનિયમ રશિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે, જેથી ઈરાન પરમાણુ હથિયાર ન બનાવી શકે અને જંગ અટકી જાય. જોકે, ટ્રમ્પે આ ઓફરને સદંતર ફગાવી દીધી છે.પુતિનનો આ પ્રસ્તાવ અમેરિકા કે ઈઝરાયેલના સૈનિકોને જમીન પર ઉતાર્યા વગર જ ઈરાનનો પરમાણુ ભંડાર ખતમ કરવામાં મદદ કરી શકતો હતો. રશિયા પોતે ન્યુક્લિયર પાવર છે અને 2015ના પરમાણુ કરાર વખતે પણ રશિયાએ ઈરાનનું યુરેનિયમ પોતાની પાસે સુરક્ષિત રાખ્યું હતું. પરંતુ આ વખતે ટ્રમ્પનો ઈરાદો કંઈક અલગ જ જણાઈ રહ્યો છે.

ટ્રમ્પે શા માટે ઠુકરાવી પુતિનની ઓફર?

મીડિયા રિપોર્ટ મુજબ, ટ્રમ્પનું માનવું છે કે આ એક ‘બેડ ડીલ’ (Bad Deal) હોઈ શકે છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રમ્પ કોઈ પણ કરાર કરતા પહેલા તેની ગુણવત્તા તપાસે છે અને તેઓ ઈરાન મામલે રશિયા પર સંપૂર્ણ ભરોસો કરવા માંગતા નથી. મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે પહેલીવાર સ્વીકાર્યું હતું કે તેમને શંકા છે કે રશિયા આ જંગમાં પડદા પાછળ ઈરાનની મદદ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં યુરેનિયમ રશિયાને સોંપવું તે અમેરિકા માટે જોખમી સાબિત થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.

‘અમારી પાસે અન્ય વિકલ્પો છે’ – અમેરિકી સંરક્ષણ મંત્રી

અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનના પરમાણુ ભંડાર પર નિયંત્રણ મેળવવા માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે. તેમણે કહ્યું કે અમે એ નહીં જણાવીએ કે અમે કઈ હદ સુધી જઈ શકીએ છીએ, પરંતુ માત્ર રશિયાનો સહારો લેવો એ જ એકમાત્ર રસ્તો નથી. ટ્રમ્પ માટે અત્યારે યુરેનિયમ સુરક્ષિત કરવું એ ‘ટોપ પ્રાયોરિટી’ નથી, તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનની સૈન્ય શક્તિને સંપૂર્ણપણે તોડી પાડવાનો હોય તેવું જણાય છે.

ઈરાન પાસે અત્યારે કેટલું યુરેનિયમ છે?

ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA) ના ચીફ રાફેલ ગ્રોસીના મતે, ઈરાનનું લગભગ અડધું યુરેનિયમ ઈસ્ફહાનના ટનલ કોમ્પ્લેક્સમાં સંગ્રહિત છે. જૂનમાં થયેલા હુમલા પહેલા ઈરાન પાસે અંદાજે 440.9 કિલો 60% એનરિચ્ડ યુરેનિયમ હતું. જો આ જથ્થાને વધુ શુદ્ધ કરવામાં આવે તો તેમાંથી 10 પરમાણુ હથિયારો બનાવી શકાય છે. નતાન્ઝ અને ફોર્દો જેવા પરમાણુ પ્લાન્ટ્સને નુકસાન થયું હોવા છતાં, ઈરાન હજુ પણ પરમાણુ ક્ષમતા ધરાવે છે, જે ઈઝરાયેલ અને અમેરિકા માટે ચિંતાનો વિષય છે.

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More