News Continuous Bureau | Mumbai
બ્રિટન(Britainથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજધાની લંડન(londonથી ચોરી થયેલી એક લકઝરીયસ કાર દરોડા દરમિયાન પાકિસ્તાન(pakistanના કરાચી(Karachiથી મળી આવી છે. આ કાર બ્રિટનથી ચોરી કરી પાકિસ્તાન લઈ જવામાં આવી હતી. પાકિસ્તાનના કસ્ટમ અધિકારી(Custom personnles ઓના દરોડામાં લકઝરીયસ કાર બેન્ટલે મલ્સેન સેડાન(Bentley Mulsanne Sedanને કરાચીના એક બંગલામાંથી જપ્ત કરવામાં આવી છે. બ્રિટનની રાષ્ટ્રીય ક્રિમિનલ એજન્સીએ પાકિસ્તાનના કસ્ટમ વિભાગ(Custom department ને કાર ચોરી થવાની સૂચના આપી હતી. ત્યારબાદ અધિકારીઓએ કરાચીના બંગલામાં દરોડા પાડ્યા અને ત્યાંથી આ મોંઘી કાર જપ્ત કરી.
પ્રાપ્ત જાણકારી મુજબ જાણકારી પ્રમાણે, દરોડા(Raid દરમિયાન એક અન્ય બંગલામાંથી પણ લાયસન્સ વગરના હથિયાર જપ્ત થયા હતા. સૂત્રએ જણાવ્યું કે કારની લંડનથી થોડા સમય પહેલા ચોરી થઈ હતી અને ગેંગમાં સામેલ લોકો પૂર્વી યુરોપીયન દેશ(euraopean countries ના એક સર્વોચ્ચ રાજદ્વારીના દસ્તાવેજોનો ઉપયોગ કરી કારને પાકિસ્તાન લાવ્યા. બ્રિટનની રાષ્ટ્રીય અપરાધ એજન્સી દ્વારા કાર ચોરી થવાની સૂચના અપાયા બાદ પાક અધિકારીઓએ બંગલા(bunglow પર દરોડા પાડ્યા અને બેન્ટલે મલ્સૈન(Bentley Mulsanne Sedan કાર જપ્ત કરી હતી. જાણવા મળ્યું છે કે તે રાજદૂતને તેમની સરકારે હવે પરત બોલાવી લીધા છે. અને કિંમત તમને જાણી ને ચોકી જશો.
આ સમાચાર પણ વાંચો : સાયરસ મિસ્ત્રીનો એકસીડન્ટ પછીનો છેલ્લો વિડીયો આવ્યો સામે- અકસ્માતમાં કારના આગળના ભાગનો ભૂક્કો બોલાઈ ગયો- જુઓ વિડિયો..
આ ગાડીની કિંમતની વાત કરીએ તો આ કાર ૩,૦૦,૦૦૦ ડોલર (ભારતીય રૂપિયા પ્રમાણે તેની કિંમત ૨,૩૯,૨૪,૭૧૪ રૂપિયા અને પાકિસ્તાની કરન્સી પ્રમાણે ૬,૫૭,૯૦,૦૦૦ રૂપિયા) થી વધુ છે. આ બ્રાન્ડની સૌથી મોટી અને સૌથી મોંઘી સેડાન છે.
નોંધનીય છે કે બંગલાના માલિક આ મામલામાં દસ્તાવેજ ઉપલબ્ધ કરાવી શક્યા નહીં, ત્યારબાદ અધિકારીઓએ તેને અને કાર વેચનાર દલાલની ધરપકડ કરી છે. કસ્ટમ અધિકારીઓએ જણાવ્યું કે કારનું રજીસ્ટ્રેશન પણ નકલી છે. અધિકારીઓની એફઆઈઆર પ્રમાણે ચોરી કરેલી કારની તસ્કરીને કારણે ૩૦ કરોડ રૂપિયાથી વધુના ટેક્સની ચોરી થઈ. અધિકારીઓએ કહ્યું કે તે આ રેકેટના મુખ્ય માસ્ટરમાઇન્ડને શોધી રહ્યાં છે.
આ સમાચાર પણ વાંચો : રંગભેદ- હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન અને ભારતીય- શું આ કારણ છે ઋષિ સુનકની હારનું- સોશિયલ મીડિયા પર પોસ્ટનો રાફડો ફાટ્યો