196
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
ઝૂમ કોલ પર એક સાથે 900 કર્મચારીઓની છટણી કરનાર અમેરિકન કંપનીના ભારતીય મૂળના સીઈઓ વિશાલ ગર્ગને હવે લાંબી રજા પર ઉતારી દેવાયા છે.
બેટર ડોટ કોમ નામની કંપનીના ઈન્ચાર્જ સીઈઓ તરીકે તેના ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર કેવિન રાયનને જવાબદારી આપવામાં આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીઓની એક સાથે છટણી કરીને કંપની વિવાદમાં આવી ગઈ છે અને તેના પર માછલા ધોવાઈ રહ્યા છે. જેના પગલે કંપનીએ તેમને લાંબી રજા પર ઉતારવાનો નિર્ણય કર્યો છે.
બે દિવસ પહેલા વિશાલ ગર્ગે પોતાની આ હરકત પર માફી માંગી હતી અને કર્મચારીઓને પત્ર લખીને કહ્યુ હતું કે, તમને છુટા કરવા માટે જે પણ રસ્તો મેં અપનાવ્યો હતો તે ચોક્કસ ખોટો હતો.
ભારતીય સૈન્ય દળની ક્ષમતામાં થશે વધારો, DRDOએ પિનાકા રોકેટના અપગ્રેડેડ વર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું, જાણો વિગતે
You Might Be Interested In