ઈરાકમાં અમેરિકાનું યુદ્ધ અભિયાન આ વર્ષના અંત સુધી ખતમ થઈ જશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઈરાકના વડાપ્રધાન મુસ્તફા અલ કાદિમી વચ્ચે ઈરાકમાં 18 વર્ષ બાદ અમેરિકી સેનાના યુદ્ધ મિશનને ખતમ કરવા પર સમજૂતિ થઈ છે.
બંને દેશના નેતાઓએ ઔપચારિક રીતે એક સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતિ અનુસાર વર્ષ 2021ના અંત સુધીમાં ઈરાકમાં યુદ્ધ અભિયાન ખતમ થઈ જશે.
જોકે, અમેરિકન સેના સલાહકારની ભૂમિકામાં ઈરાકમાં હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમેરિકા અને તેના સહયોગી દેશોએ 18 વર્ષ પહેલાં સદ્દામ હુસેનના શાસનને ઉખેડી ફેંકવા માટે ઈરાકમાં સેના મોકલી હતી.