News Continuous Bureau | Mumbai
India-China War: ભારત અને ચીન વચ્ચે પાંચ વર્ષમાં યુદ્ધ થઈ શકે છે. જિયો પોલિટિક્સના ( Geopolitics ) નિષ્ણાંતોએ આ અંગે આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે 2025 અને 2030 વચ્ચે હિમાલયમાં ભારત-ચીન વચ્ચે બીજું યુદ્ધ થઈ શકે છે.
નિષ્ણાંતોએ યુદ્ધ માટે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર ( CPEC ) પ્રોજેક્ટને જવાબદાર ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ચીન તેના કાશાગર એનર્જી પ્લાન્ટને ( Kashagar Energy Plant ) લઈને ડરી રહ્યું છે. જેનો રૂટ પૂર્વી લદ્દાખમાંથી પસાર થાય છે. આવી સ્થિતિમાં, ચીનને ( China ) લાગે છે કે જો કોઈ પાડોશી દેશ તેના પર હુમલો કરશે તો તેની ઉર્જા વ્યવસ્થા અટકી જશે.
રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટ ( RUSI ) એ ‘વૉર ક્લાઉડ્સ ઓવર ધ ઇન્ડિયન હોરાઇઝન’ રિપોર્ટમાં આ વાત કહી છે. રિપોર્ટમાં ઈન્ટરનેશનલ પોલિટિકલ રિસ્ક એનાલિટિક્સનાં સ્થાપક અને લેખક સમીર ટાટાએ દલીલ કરી છે કે ચીન ભારતના ( India ) એક ભાગ પૂર્વી લદ્દાખને ઉર્જા સુરક્ષા ( Energy security ) માટે જોખમ તરીકે જુએ છે. ચીનનો આ જ ડર ભારત અને ચીનને બીજા યુદ્ધ તરફ ધકેલી શકે છે.
2025-2030માં ભારત-ચીન યુદ્ધ થઈ શકે છે ?
સમીર ટાટાએ રિપોર્ટમાં લખ્યું, ‘ચીનને ડર છે કે તેના પશ્ચિમી પ્રાંત શિનજિયાંગમાં સ્થિત કાશગર એનર્જી પ્લાન્ટ પર હુમલો કરવાનો એકમાત્ર રસ્તો પૂર્વી લદ્દાખથી થઈને છે. જો કોઈ દુશ્મન કાશગર એનર્જી પ્લાન્ટ પર હુમલો કરે છે અને તેને કબજે કરી લે છે, તો ચીનની એનર્જી સિસ્ટમ ઠપ્પ થઈ જશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાશગર પ્લાન્ટ ઈરાનની મહત્વપૂર્ણ ઓઈલ અને ગેસ પાઈપલાઈન સાથે જોડાયેલ છે. આ પાઈપલાઈન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ હેઠળ પાકિસ્તાનમાંથી પસાર થાય છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai local : મુંબઈગરાઓ રવિવારે ઘર છોડતા પહેલા વાંચો આ સમાચાર, રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક.. લોકલ ટ્રેન થશે રદ્દ
રિપોર્ટમાં જણાવેલ યુદ્ધ અંગે પૂર્વ ભારતીય સેના પ્રમુખનો અભિપ્રાય અલગ છે. યુરેશિયન ટાઈમ્સ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, 2020માં ગાલવાન સંઘર્ષ બાદ ચીન જાણે છે કે નવું ભારત પીછેહઠ કરવાનું નથી. જો કે, તે એ દલીલ સાથે સંમત છે કે લદ્દાખ અને કારાકોરમ ઘાટી ચીનની લાંબા ગાળાની વ્યૂહરચનાનો એક ભાગ છે કારણ કે આ ભાગો CPEC પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, જો ચીનને લાગે છે કે ભારત એવી સ્થિતિમાં પહોંચી રહ્યું છે કે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અથવા તિબેટમાં CPEC માર્ગને કાપી શકે છે, તો તે 1962 જેવો મોટો ફેરફાર હોઈ શકે છે. 1962માં પણ ભારત અને ચીન વચ્ચેના યુદ્ધમાં ભારતે તેના ઘણા સૈનિકો અને જમીન ગુમાવી હતી.