Site icon

Bilawal Bhutto US Blunder: પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો નું અમેરિકા પ્રવાસ દરમિયાન આતંકવાદ પર વિવાદાસ્પદ નિવેદન

Bilawal Bhutto US Blunder: UN અને અમેરિકી નેતાઓ સામે પાકિસ્તાનના નેતાએ આપ્યો વિવાદાસ્પદ નિવેદન, આતંકવાદ મુદ્દે ભારતને પણ ઘેર્યું

Bilawal Bhutto US Blunder Terrorism Remarks Spark Diplomatic Stir

Bilawal Bhutto US Blunder Terrorism Remarks Spark Diplomatic Stir

News Continuous Bureau | Mumbai

Bilawal Bhutto US Blunder: પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારી (Bilawal Bhutto) હાલમાં અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેમણે આતંકવાદ મુદ્દે આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો ઊભો કર્યો છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાનની ISI અને ભારતની RAW સાથે મળીને કામ કરે, તો આતંકવાદમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. જોકે, આ નિવેદનને ભારત તરફથી તીવ્ર વિરોધ મળ્યો છે અને તેને “અસ્વીકાર્ય” ગણાવવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

Bilawal Bhutto US Blunder:બિલાવલ ભુટ્ટો ના નિવેદનથી વિવાદ: આતંકવાદ મુદ્દે અમેરિકામાં આપ્યું વિવાદાસ્પદ નિવેદન

બિલાવલ ભુટ્ટોએ યુનાઇટેડ નેશન્સમાં પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું કે પાકિસ્તાન આતંકવાદનો સૌથી મોટો ભોગ છે અને ભારતે પાકિસ્તાનની ધરતી પર ગેરકાયદેસર હુમલા કર્યા છે. તેમણે કહ્યું કે ભારતના હુમલાઓમાં નાગરિકો, પૂજાસ્થળો અને ડેમને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ છે.

Bilawal Bhutto US Blunder:  ટેરરિઝમ મુદ્દે US લૉમેકર્સનો દબાવ: JeM સામે પગલાં લેવાની માગણી

અમેરિકી ધારાસભ્ય બ્રેડ શર્મન (Brad Sherman) સહિતના નેતાઓએ પાકિસ્તાની પ્રતિનિધિમંડળને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) સામે કડક પગલાં લેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે પાકિસ્તાન ડો. શકીલ આફ્રિદીને મુક્ત કરે, જેમણે ઓસામા બિન લાદેનને  શોધવામાં મદદ કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Pakistan Debt Crisis: પાકિસ્તાન પર દેવાનો પહાડ: 76,000 અબજ રૂપિયાનો બોજો, અર્થતંત્ર (Economy) સંકટમાં

Bilawal Bhutto US Blunder:  ડિપ્લોમેસીમાં તણાવ: ભારતે કહ્યું – પાકિસ્તાનના દાવાઓ ખોટા અને ભ્રમજનક

ભારત તરફથી બિલાવલના નિવેદનને “ન્યૂ નોર્મલ નહીં, ન્યૂ એબનોર્મલ” ગણાવવામાં આવ્યું છે. ભારતીય પ્રતિનિધિઓએ કહ્યું કે પાકિસ્તાન આતંકવાદના મુદ્દે વિશ્વને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. શશી થરૂરના નેતૃત્વ હેઠળ ભારતે અમેરિકામાં પાકિસ્તાનના દાવાઓનો ભાંડો ફોડ્યો છે.

Russian crude oil: ટ્રમ્પને મોટો ઝટકો: US ના હાઈ ટેરિફ છતાં ભારતે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં રેકોર્ડ તોડ્યો, ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે
Peru: પેરૂમાં રાજકીય સંકટ: નવા રાષ્ટ્રપતિ સામે ઉગ્ર વિરોધ, હિંસા ફાટી નીકળતાં એક વ્યક્તિનું મોત અને આટલા થયા ઘાયલ
Shahbaz Sharif: પાકિસ્તાનની બેવડી નીતિ: તાલિબાનના હુમલાથી ગભરાઈને ભારત પર દોષ ઢોળ્યો, પણ શાંતિ વાટાઘાટોની લગાવી ગુહાર
Bihar Elections 2025: નીતિશ કુમારના મુખ્યમંત્રી પદ પર સસ્પેન્સ: ભાજપના ‘ડબલ સિગ્નલ’થી બિહારની રાજનીતિમાં મોટી હલચલ
Exit mobile version