News Continuous Bureau | Mumbai
Boycott Turkey Impact:પાકિસ્તાનના સમર્થનમાં ઊભા રહેલા તુર્કી (Turkey)ને ભારત તરફથી એક પછી એક આર્થિક અને રાજકીય ઝટકા મળી રહ્યા છે. તાજેતરમાં ભારત સરકારે તુર્કીની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની Celebi Aviationનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ કરી દીધું છે. આ પગલાથી માત્ર બે દિવસમાં કંપનીના શેરમાં 20%થી વધુનો ઘટાડો થયો છે અને લગભગ 200 મિલિયન ડોલરનું નુકસાન થયું છે. કંપનીના 3800 કર્મચારીઓની નોકરી પણ સંકટમાં આવી ગઈ છે.
Boycott Turkey Impact: બાયકોટ તુર્કી અભિયાનથી તુર્કી કંપનીને મોટો આર્થિક ઝટકો
ભારતમાં ચાલી રહેલા બાયકોટ તુર્કી (Boycott Turkey) અભિયાનના ભાગરૂપે તુર્કી ઉત્પાદનો અને સેવાઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. EaseMyTrip, MakeMyTrip અને Ixigo જેવી ટ્રાવેલ કંપનીઓએ તુર્કી પ્રવાસ ટાળવાની સલાહ આપી છે. Go Homestaysએ તુર્કી એરલાઇન્સ સાથેનો કરાર પણ રદ કર્યો છે. આ પગલાંઓ તુર્કી અર્થતંત્ર માટે મોટો આંચકો સાબિત થઈ રહ્યા છે.
Boycott Turkey Impact: Celebi Aviationનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ
ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષા (National Security)ના હિતમાં Celebi Aviationનું સિક્યુરિટી ક્લિયરન્સ રદ કર્યું છે. આ કંપની દિલ્હી, મુંબઈ, ચેન્નઈ સહિત 9 મુખ્ય એરપોર્ટ્સ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સેવાઓ આપી રહી હતી. BCAS દ્વારા 2022માં આપવામાં આવેલી મંજૂરી હવે રદ કરવામાં આવી છે, જેના કારણે કંપનીના તમામ ઓપરેશન્સ બંધ થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : Operation Sindoor: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરનો નવો વીડિયો કર્યો જાહેર, ચોકી છોડીને ભાગતા જોવા મળ્યા પાકિસ્તાની સૈનિકો..
Boycott Turkey Impact: શેરમાં 20%નો ઘટાડો, કંપનીની માર્કેટ વેલ્યુ તૂટી પડી
ઇસ્તાંબુલ સ્ટોક એક્સચેન્જ (Istanbul Stock Exchange)માં Celebi Hava Servisi ASના શેરમાં માત્ર બે દિવસમાં 20%નો ઘટાડો નોંધાયો છે. શેર 2,002 લિરા સુધી તૂટી પડ્યો છે અને કંપનીની માર્કેટ વેલ્યુ 30% ઘટી ગઈ છે. કંપનીએ દિલ્હી હાઇકોર્ટમાં રાહત માટે અરજી કરી છે, જેના પર આગામી દિવસોમાં સુનાવણી થવાની છે.