બ્રિટનના બોરિસ જોનસન ટૂંક સમયમાં આપી શકે છે રાજીનામું, ભારતીય મૂળના આ અધિકારી બની શકે છે નવા PM

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

શુક્રવાર.

બ્રિટનના PM બોરિસ જોનસનને રાજીનામું આપવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. 

મીડિયા રિપોર્ટ્સ મુજબ બ્રિટિશ પીએમ બોરિસ જોનસન પર કોરોનાને કાબૂમાં લેવામાં નિષ્ફળ રહેવા અને કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને તેમના નિવાસસ્થાન પર પાર્ટી કરવાનો આરોપ છે. 

આ સાથે મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરાયો છે કે વધતા દબાણને કારણે જોનસન ટૂંક સમયમાં રાજીનામું આપી શકે છે અને ભારતીય નાણામંત્રી ઋષિ સુનક તેમનું સ્થાન લઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે 2020 માં, વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના મુખ્ય ખાનગી સચિવ માર્ટિન રેનોલ્ડ્સે ડાઉનિંગ સ્ટ્રીટમાં યોજાયેલી પાર્ટી માટે ઘણા લોકોને આમંત્રણ મોકલ્યા હતા. તે સમયે, દેશમાં કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. 

દુકાનના મરાઠીમાં પાટિયા રાખવાના લઈને ફેડરેશન ઓફ મુંબઈ રિટેલક્લોથ ડીલર્સ અસોસિયેશને વેપારીઓને કરી આ અપીલ; જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment