Bubonic plague: દાયકા પછી અમેરિકામાં પાછો ફર્યો આ રોગ, જેણે 14મી સદીમાં 50 મિલિયન લોકોનો લીધો હતો ભોગ.. જાણો શું છે આ રોગ અને તેના લક્ષણો.

Bubonic plague which took the lives of 50 million people in the 14th century, returned to America after a decade

News Continuous Bureau | Mumbai 

Bubonic plague: અમેરિકામાં બીજી મહામારીનો ખતરો તોળાઈ રહ્યો છે. અહીં ઓરેગોન રાજ્યના અધિકારીઓએ જણાવ્યું કે માનવમાં બ્યુબોનિક પ્લેગનો દુર્લભ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ બેક્ટેરિયા પાલતુ બિલાડીમાંથી ( pet cat ) વ્યક્તિ સુધી પહોંચ્યા છે. 

લગભગ એક દાયકા પછી અમેરિકામાં ( America ) બ્યુબોનિક પ્લેગનો પ્રથમ કેસ નોંધાયો છે. અમેરિકન મીડિયા ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, ઓરેગોનમાં એક દાયકામાં પ્રથમ વખત બ્યુબોનિક પ્લેગની જાણ થઈ છે. ઓરેગોનમાં ( Oregon ) , એક સ્થાનિક રહેવાસીને કદાચ તેની પાલતુ બિલાડીથી આ ચેપ લાગ્યો હતો. હકીકતમાં, બ્યુબોનિક પ્લેગના લક્ષણો પ્રથમ પીડિત બિલાડીમાં જોવા મળ્યા હતા.

કાઉન્ટીએ બુધવારે મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, આ કેસને તેના પ્રારંભિક તબક્કામાં ઓળખવામાં આવ્યો હતો અને હાલ પિડીતની સારવાર કરવામાં આવી રહી છે.

 બ્યુબોનિક પ્લેગ મધ્ય યુગ દરમિયાન યુરોપની એક તૃતીયાંશ વસ્તીનું મૃત્યુનું કારણ બન્યું હતું…

ઉલ્લેખનીય છે કે, આ બ્યુબોનિક પ્લેગ, જેને ‘બ્લેક ડેથ’ ( Black Death )  તરીકે પણ ઓળખવામાં આવે છે, મધ્ય યુગ દરમિયાન યુરોપની ઓછામાં ઓછી એક તૃતીયાંશ વસ્તીનું મૃત્યુનું કારણ બન્યું હતું. બ્લેક ડેથ 14મી સદીમાં સમગ્ર યુરોપમાં ફેલાયું હોવાનું માનવામાં આવે છે, માનવ ઇતિહાસમાં સૌથી ભયંકર આ પ્લેગ રોગચાળામાં 50 મિલિયનથી વધુ લોકો માર્યા ગયા હતા. જો કે, આ પછી, આ પ્લેગના બહુ ઓછા કેસ નોંધાયા છે અને હવે તેની સારવાર પણ થઈ શકે છે. જો કે, અધિકારીઓ હજુ પણ ચિંતિત છે અને તેને અત્યંત જોખમી માને છે.

આ સમાચાર પણ વાંચો : Shehbaz Sharif: બિલાવલ ભુટ્ટો વડાપ્રધાન પદની રેસમાંથી ખસી ગયા, નવાઝ પણ નથી બનવા માંગતા પીએમ તો.. જાણો કોણ બનશે પાકિસ્તાનના વડાપ્રધાન?

એક અહેવાલમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, મનુષ્યમાં આ પ્લેગના લક્ષણો ( Plague symptoms ) ચેપગ્રસ્ત પ્રાણી અથવા ચાંચડના સંપર્કમાં આવ્યાના આઠ દિવસ પછી દેખાવા લાગે છે. આ લક્ષણોમાં તાવ, ઉબકા, નબળાઇ, શરદી અને સ્નાયુઓમાં દુખાવો શામેલ હોઈ શકે છે. જો પ્રથમ તબક્કામાં સારવાર ન કરવામાં આવે તો, બ્યુબોનિક પ્લેગ સેપ્ટિસેમિક પ્લેગમાં ( septicemic plague ) ફેરવાઈ શકે છે – લોહીના પ્રવાહનો ચેપ – અથવા ન્યુમોનિક પ્લેગ, જે ફેફસાંને અસર કરે છે. અને બંને ખૂબ જ ગંભીર છે.

“સદનસીબે, આ દર્દીને રોગની શરૂઆતમાં જ તેની સારવાર કરવામાં આવી હતી. તેથી હાલ તેની હાલત સ્થિર છે.