ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 નવેમ્બર, 2021
શુક્રવાર
શિયાળાની શરૂઆતમાં જ યુરોપના જર્મની અને ફ્રાન્સમાં કોરોનાએ ફરી એકવાર દહેશત ફેલાવી છે.
જર્મનીમાં સતત ત્રણ દિવસથી અને ફ્રાન્સમાં સતત બે દિવસથી કોરોનાના કેસો વધી રહ્યા છે.
જર્મનીમાં એક જ દિવસમાં કોરોનાના 50,196 કેસો નોંધાયા છે તો ફ્રાન્સમાં કોરોનાના 11,883 કેસો નોંધાયા છે.
હાલ જર્મનીમાં 2,739 કોરોનાના દર્દીઓને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે યુરોપના 61 દેશોમાં કોરોનાના કેસોમાં 42 ટકાનો વધારો નોંધાયો છે.
હવે ભારતમાં પણ કોરોના બૂસ્ટર ડોઝ; આટલા મહિના બાદ લોન્ચ થઈ શકે: જાણો વિગત