News Continuous Bureau | Mumbai
પાકિસ્તાન(Pakistan)ના પંજાબ પ્રાંતની વિધાનસભામાં આજે (શનિવારે) નવા મુખ્યમંત્રી(Chief Minister) ચૂંટાવા પહેલા મારપીટની ઘટના ઘટી છે. ઈમરાન ખાન(Imran Khan)ની પાર્ટી પીટીઆઈ(PTI) અને શાહબાઝ શરીફ(Shahbaz sharif)ની પાર્ટી પીએમએલ-એન(PML-N)ના વિધાયકો વચ્ચે ખુલ્લા હાથે મારામારી થઈ. ઈમરાન ખાન (Ex-Prime Minister )હાલ પાકિસ્તાનમાં સત્તા ગુમાવી ચૂક્યા છે. તેમની જગ્યાએ પીએમએલ-એન(PML-N)ના અધ્યક્ષ શાહબાઝ શરીફ(Shahbaz Sharif) પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી (New Prime Minister) બન્યા છે.
PTI is the worst thing that happened to Pakistan and it's democracy. #PunjabAssembly pic.twitter.com/t8UxJxBicT
— Sania Ashiq (@SaniaaAshiq) April 16, 2022
મીડિયામાં પ્રકાશિત અહેવાલનુસાર, પંજાબના નવા મુખ્યમંત્રી ચૂંટવા માટે જ્યારે ડેપ્યુટી સ્પીકર(Deputy Speaker) મિત્ર મોહંમદ મજારી સદનની અધ્યક્ષતા કરવા આવ્યા તો ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઇ(PTI)ના ધારાસભ્યોએ તેમની સાથે મારઝૂડ કરી. એટલું જ નહીં PTIના સભ્યો સદનમાં લોટો લઈને આવ્યા હતા અને પાર્ટીથી અલગ થયેલા ધારાસભ્યોને લોટો-લોટો કહી ખીજવવા લાગ્યા. (પાકિસ્તાનમાં લોટો એવા નેતાને કહેવામાં આવે છે કે જેઓ પોતાના ફાયદા માટે પાર્ટી બદલી લે છે.) તેના પર PML-N નેતા ભડકી ઉઠ્યા અને બંને જૂથોમાં મારપીટ થઈ ગઈ. પીટીઆઇના ધારાસભ્યોએ તેમના પર લોટા ફેંક્યા.
આ સમાચાર પણ વાંચો : વાહ!! મુંબઈ એરપોર્ટ પર ડોમેસ્ટિકથી ઈન્ટરનેશનલ ટર્મિનલ જવા પ્રવાસીઓને મળશે આ સુવિધા. જાણો વિગતે
પીટીઆઇ(PTI) નેતાઓના હુમલામાં ડેપ્યુટી સ્પીકર(Deputy speaker) મિત્ર મોહમંદ મજરીને ઇજા પહોંચી છે. હાલ તેમને પહોંચેલી ઇજા વિશે વધુ જાણકારી સામે આવી નથી. કહેવામાં આવી રહ્યું છે કે પીટીઆઇના ધારાસભ્યોએ ડેપ્યુટી સ્પીકરને લાફા માર્યા અને વાળ ખેંચ્યા. સ્પીકરને સુરક્ષિત નિકાળવામાં આવ્યા છે. પંજાબ વિધાનસભા(Punjab Assembly) સત્ર સવારે 11:30 વાગે શરૂ થવાનું હતું પરંતુ પીટીઆઇના સભ્યોની ગેરહાજરીના કારણે સ્થગિત થઇ ગઇ હતી.