186
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 ફેબ્રુઆરી 2021
યુનાઇટેડ નેશન્સમાં હાલ પ્રશ્ન અને ઉત્તર નો દોર ચાલુ છે. આ દરમિયાન ભારતે અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા જેના પર ચીને પોતાનો જવાબ આપ્યો છે. સૌથી મહત્વપૂર્ણ વાત જણાવતા ચીને કહ્યું કે ભારતને સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય બનવું છે પરંતુ આ સંદર્ભે ચીનનું માનવું છે કે ભારતને આ પદ આપતા પહેલા સંખ્યાબંધ વાતોનો વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત જો ભારતને આ પદ આપવામાં આવે તો માત્ર આ એક પદ નહીં આપવામાં આવે પરંતુ તેની સાથે બીજા અનેક મામલે વિસ્તારથી નિર્ણયો લેવામાં આવશે.
આમ ચીને પહેલીવાર ભારતના સંયુક્ત રાષ્ટ્ર સંઘ ની સુરક્ષા પરિષદમાં કાયમી સભ્યપદ સંદર્ભે પોઝીટીવ વિચાર રજુ કર્યા છે. જોકે તેમણે હજી એ વાતનો ખુલાસો નથી કર્યો કે બીજી કઈ બાબતો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સ્તર પર નિર્ણયો લેવા જોઈએ.
You Might Be Interested In