ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 માર્ચ 2021
વર્ષ ૨૦૨૦ના મધ્યમાં મુંબઈ શહેરમાં વીજળી ચાલી ગઇ હતી. કદાચ મુંબઈ શહેરમાં આવું થતું હોય છે. આને કારણે લોકલ ટ્રેન થી માંડીને અનેક સેવાઓ બંધ પડી ગઈ હતી. આ ઘટનાની તપાસ માટે એક વિશેષ એજન્સીની સ્થાપના પણ કરવામાં આવી હતી. જો કે અમેરિકાના ન્યુઝ પેપર ન્યૂયોર્ક ટાઈમ્સ એ એક સનસનીખેજ ખુલાસો કર્યો છે. ન્યૂયોર્ક ટાઈમ્સ નો દાવો છે કે ચીનના સાઈબર એક્સપર્ટ ભાંગફોડીયાઓએ ભેગા મળીને મુંબઈની વીજળી ગુલ કરી હતી. અખબારનો દાવો છે કે ગત વર્ષે ગલવાનમાં ભારત અને ચીન વચ્ચે થયેલી ઝડપ બાદ ચીને આ પગલું ભર્યું.
ન્યૂયોર્ક ટાઈમ્સના આ અહેવાલને ભારતના અનેક અધિકારીઓએ ફગાવી દીધા છે. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે આ સંદર્ભે તપાસ ચાલુ છે.
જો કે ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ ને કારણે ખલબલી મચી જવા પામી છે.
