News Continuous Bureau | Mumbai
ચીનમાં(China) જન્મ દર રેકોર્ડ(Birth rate records) પર ધ્યાન આપતા સરકાર હવે હરકતમાં આવી ગઈ છે. મંગળવારે જિનપિંગ સરકારે(Xi Jinping government) પરિવારોને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ઘણા ભથ્થાની જાહેરાત કરી છે. આ બધુ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે અધિકારીઓએ ચેતવણી આપી છે કે ચીનમાં જનસંખ્યા(Population in China) ૨૫૨૫ સુધી ઘટના લાગશે.
ચાલાક ચીન આ સમયે જનસંખ્યાના સંકટનો સામનો કરી રહ્યું છે. ૨૦૧૬માં બેઇજિંગે એક બાળકના નિયમને ખતમ કરી દીધો હતો અને વર્ષ ૨૦૨૧માં ત્રણ બાળકો પેદા કરવાની મંજૂરી આપી હતી. પરંતુ તેમ છતાં છેલ્લા પાંચ વર્ષમાં જન્મદરમાં ખુબ ઘટાડો જોવા મળ્યો છે. મંગળવારે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે કેન્દ્ર(Center for National Health Commission) અને પ્રાંતીય સરકારોને પ્રજનન સ્વાસ્થ્ય(Reproductive Health to Provincial Governments) પર ખર્ચ વધારવા અને દેશભરમાં ચાઇલ્ડકેર સેવાઓમાં(childcare services) સુધાર કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે સ્થાનીક સરકારોને જણાવ્યું કે સક્રિય પ્રજનન સહાયતા(Active Fertility Support) ઉપાયોને લાગૂ કરવાની જરૂરીયાત છે. તેમાં સબ્સિડી(subsidy), ટેક્સ છૂટ, સારો સ્વાસ્થ્ વીમો, યુવા પરિવારો માટે શિક્ષણ, આવાસ અને રોજગાર સહાયતા પ્રદાન કરવી સામેલ છે.
આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી – દેશ વિરોધી કન્ટેન્ટ ફેલાવનાર આટલા YouTube ચેનલો કરાઇ બ્લોક
આ સાથે તે પણ સલાહ આપવામાં આવી છે કે બધા પ્રાંતો વર્ષના અંત સુધી બેથી ત્રણ વર્ષની ઉંમરના બાળકો માટે નર્સરી(Nursery) ઉપલબ્ધ કરાવે. આ સિવાય ચીનના અમીર શહેરોમાં(wealthy cities) મહિલાઓને વધુ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરવા ટેક્સ અને હાઉસિંગ ક્રેડિટ(Tax and Housing Credit), શિક્ષણ લાભ અને રોકડ પુરસ્કારની (Education benefits and cash prizes) પણ જાહેરાત કરી છે. નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના(National Bureau of Statistics) આંકડા પ્રમાણે ચીનનો જન્મદર છેલ્લા વર્ષે પ્રતિ ૧૦૦૦ લોકો પર ૭.૫૨ ટકા સુધી પડી ગયો છે. ૧૯૪૯મા રેકોર્ડ શરૂ થયા બાદ આ સૌથી ઓછી સંખ્યા રહી છે.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં ધમાકો- આટલા લોકોના થયા મોત- 50થી વધુ ઘાયલ