Site icon News Continuous Bureau | Mumbai

ચાઈનામાં એવું તો શું થયું કે આખા વિશ્વમાં એનર્જી ક્રાઈસીસ સર્જાઈ? જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30, સપ્ટેમ્બર  2021 
ગુરુવાર. 
એક તરફ બ્રિટનમાં પેટ્રોલની અછત સર્જાતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમને સંભાળવા માટે આર્મીને દેશની સડકો પર ઉતરવાની ત્યાની સરકારને ફરજ પડી છે. ત્યારે ચાઈનામાં ઈલેક્ટ્રિસિટીની કારમી અછત સર્જાઈ છે, તેને કારણે દેશની અનેક ફેકટરીઓ બંધ કરવાની ફરજ પડી છે. તો અનેક જગ્યાએ ફેકટરીઓના ઉત્પાદન પર અંકુશ આવી ગયા છે.  ચીનમાં પાવરની અછત સર્જાતા વૈશ્વિક સ્તરે પણ તેની અસર પડી છે, જેમાં કપડાથી લઈને રમકડા જેવી વસ્તુઓનો સમાવેશ છે. દુનિયાભરમાં તહેવારો દરમિયાન યોજાતા શોપિંગ ફેસ્ટિવલને ચાઈનાની પાવર ક્રાઈસીસની ભારે અસર પડી હોવાનું કહેવાય છે. એટલે સુધી કે ઈલેક્ટ્રિસીટીના વપરાશ પર આવી ગયેલા પ્રતિબંધને કારણે દેશની આર્થિક નીતિને ફટકો પડવાની ચેતવણી પણ ચાઈનાના મેનુફેકચરોને આપવામાં આવી હોવાનું કહેવાય છે. ઈલેક્ટ્રીસીટીના વપરાશ પર પ્રતિબંધ આવવાથી લોકો કોલસા અને ગેસ તરફ વળ્યા છે. જોકે ડીમાન્ડ વધતા તેના ભાવ પણ વધી ગયા છે.

વધતી ડીમાન્ડ સામે ઈલેક્ટ્રિસીટીનું ઉત્પાદન ઓછું થયું છે. સ્થાનિક સ્તરે કોલસાની સપ્લાયમાં વિક્ષેપ આવ્યો હતો. તેના ઉત્પાદનને ફટકો પડયો હતો. તેની સામે લોકલ સ્તરે ઈન્ડસ્ટ્રી અને ઘરોમાં વીજળી ડીમાન્ડ વધી ગઈ હતી. તેમાં પાછું અચાનક આવી ગયેલા પાવર ક્રાઈસીસ પાછળનું એક કારણ ખુદ ચાઈનાના પ્રેસીડન્ટ જિંગપિંગને માનવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાઈના ડી-કાર્બનાઈઝીંગ માટે કેટલું ગંભીર છે બતાવી દેવા માગે છે. એટલું જ નહીં પણ આગામી ફેબ્રુઆરીમાં બિજિન્ગમાં થનારા વિન્ટર ઓલમ્પિક દરમિયાન પ્રદૂષણ મુક્ત શહેરની સાથે જ આકાશ બ્લુ સ્વચ્છ હોવું જોઈએ એવા જિંગપિંગના પ્રયાસ હોવાનું માનવામાં આવે છે.
 

Join Our WhatsApp Channel
Chemistry Nobel Prize રસાયણ વિજ્ઞાન ક્ષેત્રે મોટો પુરસ્કાર ફ્રાન્સના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ પુરસ્કાર એનાયત
Global Strategic Oil Reserves Depletion જો ક્રૂડનો સપ્લાય અટક્યો તો શું થશે? ગ્લોબલ ઓઇલ રિઝર્વમાં મોટું ગાબડું જાણો ભારતમાં કેટલા દિવસનો તેલ ભંડાર છે
Iran Nuclear Program JD Vance શાંતિ મંત્રણા પર પૂર્ણવિરામ? જેડી વેન્સની શરતો સાંભળી તેહરાન લાલઘૂમ શું મિડલ ઈસ્ટમાં ફરી ભડકશે યુદ્ધની જ્વાળા?
Drone Attack On Tanker In Black Sea બ્લેક સીમાં મિસાઈલ જેવો ડ્રોન એટેક! બ્લેક સીમાં ભારતીય નાવિકોના ટેન્કર પર હુમલો,ભારત સરકાર હરકતમાં
Exit mobile version