News Continuous Bureau | Mumbai
પયગંબર મોહમ્મદ(Prophet Mohammad) પર એક ટીવી ડિબેટ દરમિયાન ભાજપે પક્ષના પ્રવક્તા(BJP spokeperson)એ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ભારત(India) સહિત પુરા વિશ્વમાં મુસ્લિમ સમુદાયે(Muslim community) વિરોધ કર્યો છે. અરબ દેશોમાં આ ટિપ્પણી બદલ ભારે નારાજગી વ્યાપી ગઈ છે. ભાજપે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા પક્ષના પ્રવક્તા નુપુર શર્મા(BJP spoekperson Nupur Sharma)ને છ વર્ષ માટે સસ્પેન્ડ(suspend) કર્યા છે. તો દિલ્હી ભાજપના મીડિયા હેટ નવીન કુમાર જિંદલે(Delhi BJP media head – Naveen Kumar Jindal) અમુક વિવાદિત ટ્વિટ કરી હતી, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ભાજપના પગલાને અરબ દેશ(Arab countiries) કતારે વધાવી લીધું છે. જોકે સાથે જ તેમણે ભારત સરકાર પાસેથી જાહેરમાં આ માટે માફી માંગવા(apology)ની માંગણી કરી છે. તે માટે તેમણે ઇન્ડિયન એમ્બેસેડર(Indian Ambassador) દીપક મિત્તલ(Deepak Mittal)ને હાજર થવા માટેનું સમન્સ(summons) મોકલ્યું છે.
આ સમાચાર પણ વાંચો : ઘઉં બાદ હવે આ ભારતીય ઉત્પાદનને વિદેશના દેશોએ પાછું કર્યું, નિકાસને પડશે ફટકો- જાણો વિગતે
અન્ય મુસ્લિમ દેશ કુવૈત(Kuwait) અને ઈરાને(Iran) પણ આ વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ભારત સરકાર(Indian Govt) સામે વિરોધ નોંધાવ્યો છે અને જાહેરમાં માફી માંગવા(Apologize in public)ની માંગણી કરી છે. સાઉદી અરેબિયા(soudi Arabia)એ પણ આ ટિપ્પણી સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને આ વિવાદાસ્પદ ટિપ્પણીને દુનિયાના દરેક મુસ્લિમ સામેનું યુદ્ધ ગણાવ્યું હતુ.
હાલ ભારતના નાયબ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ (Vice President Venkaiah Naidu)કતાર(Qatar)ની મુલાકાતે છે ત્યારે ચાર દિવસની તેમની મુલાકાત દરમિયાન આ વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે દોહા(Doha)માં સોશિયલ મીડિયા પર ભારતને બોયકોટ કરવાનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
અહીં ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા(BJP leaders)ઓની ટિપ્પણી એ અંગત ટિપ્પણી હતી, ભારત સરકાર(Indian Govt) તરફથી આવી કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હોવાની સ્પષ્ટતા વખતોવખત કરવામાં આવી છે. છતાં ભારત સરકારને મુસ્લિમ દેશો તરફથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.