ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ મે ૨૦૨૧
બુધવાર
વિશ્વ કોરોના મહામારીથી ત્રાહિમામ્ થઈ ગયું છે, તેવામાં મલેશિયામાં શ્વાન દ્વારા ફેલાતો કોરોના વાયરસ મળી આવ્યો છે. આ માટે એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે. આ કોરોના વાયરસની ઉત્પત્તિ શ્વાન દ્વારા થઈ હતી અને કેટલાક લોકો ઘણાં વર્ષો પહેલાં તેની ચપેટમાં આવ્યા હતા. વૈજ્ઞાનિક કહે છે કે જો તેની પુષ્ટિ કરવામાં આવે તો એ પ્રાણીઓથી મનુષ્યમાં આવનાર આઠમો વાયરસ હશે. જોકેઆ વફાદાર પ્રાણી તરફથી મનુષ્યમાં આવનાર પ્રથમ વાયરસ હશે.
છેલ્લાં ૨૦ વર્ષથી વાયસર પર રિસર્ચ કરનાર મહામારી વિશેષજ્ઞ ડૉ. ગ્રેગરી ગ્રેએ તેના એક વિદ્યાર્થી સાથે મળી એક હાલના વાયરસના પરીક્ષણ માટે એક ટૂલ બનાવ્યું હતું. જે અન્ય કોરોના વાયરસના પુરાવા શોધી શકે. આ ટૂલની મદદથી ગયા વર્ષે ઘણા નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. એમાં કૂતરાઓ સાથે સંભવિત લિંક્સ જાહેર થઈ હતી. આ નમૂનાઓ મલેશિયાના સારવેકની એક હૉસ્પિટલમાં દર્દીઓના હતા. આ લોકોમાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં ન્યુમોનિયા જેવાં લક્ષણો જોવા મળ્યાં હતાં. આમાં મોટાભાગનાં બાળકો છે. તે દર્દીઓની અંદર કોરોના વાયરસની માત્રા ખૂબ વધારે હતી.
ભારત સરકારના નવા ડિજિટલ નિયમો વિરુદ્ધ વોટ્સઍપ દિલ્હી હાઈકોર્ટમાં ગયું; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ટીમે તેમનાં પરિણામોની પુષ્ટિ કરવા માટે યુ.એસ.માં ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના વિખ્યાત વાઇરોલૉજિસ્ટ એનાસ્તાસિયા વ્લાસોવા પાસે પણ મોકલ્યા હતા. જ્યારે એનાસ્તાસિયાએ કોરોના વાયરસના જીનોમની તપાસ કરી, ત્યારે તેને ગ્રેગરીની ટીમના સંશોધન સાથે સંમત થવું પડ્યું હતું.
મલેશિયામાં ફેલાયેલા ડૉગ કોરોના વાયરસના તમામ દર્દીઓ સાજા થયા છે અને માનવથી માનવચેપના કોઈ કેસ નોંધાયા નથી. આ રીતે કૂતરામાંથી કોરોના વાયરસના ફાટી નીકળવાનું કોઈ જોખમ નથી.