કોરોના ની બીજી લહેરની સૌથી માઠી અસર બ્રિટનને થઈ છે
યુકેની ઓફિસ ફોર નેશનલ સ્ટેસ્ટિકસે જારી કરેલા આંકડા અનુસાર 2020 ના વર્ષમાં બ્રિટનમાં 6,89,629 મૃત્યુ નોંધાયા હતા જેની સામે 6,83,191 જન્મ થયા હતા.
આંકડા સૂચવે છે કે ગત વર્ષે જન્મ કરતા મૃત્યુ પામનારાઓની સંખ્યા 6438 જેટલી વધારે નોંધાઈ હતી
અગાઉ 2019માં બ્રિટનમાં જન્મ સંખ્યા 712680 નોંધાઈ હતી તેની સામે મૃત્યુઆંક 6,04,707 હતો
ઉલ્લેખનીય છે કે કોરોના શરૂ થયો ત્યારથી જ યુરોપના જે કેટલાક દેશો તેની ઝપટમાં આવ્યા એમાં બ્રિટન મોખરે હતો.હાલ યુકેમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટના દૈનિક 50 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે.
વેપારને MSME નો દરજ્જો આપવા બદલ ન્યુ હિંદમાતા કાપડ વેપારી અસોસિએશન એ વડા પ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
