ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 જાન્યુઆરી 2022
શુક્રવાર
ફ્રાન્સમાં કોરોના નો મોટો વિસ્ફોટ થયો હોય તેમ લાગી રહ્યું છે, એક જ દિવસમાં કોરોનાના રેકોર્ડ 2,71,686 નવા કેસ નોંધાતા લોકોમાં ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો. ફ્રાન્સ માં નોંધાયેલા જંગી કેસો ના કારણે હોસ્પિટલ સ્ટાફ પર ભારણ અને ચિંતામાં વધારો થયો છે તેમજ પરિવહન, સ્કૂલ અને અન્ય સેવાઓ ખોરવાય તેવો ખતરો વધ્યો છે. ફ્રાન્સ સરકાર હાલ અર્થતંત્રને નુકસાન પહોંચાડતા લોકડાઉનને લાદવાનું ટાળી રહી છે અને સરકારનો પ્રયાસ છે કે તે સંસદમાં વેક્સિન પાસ બિલને મંજૂરી અપાવે જેથી કરીને હોસ્પિટલો પરના ભારણને ઘટાડી શકાય. જોકે, સતત મોટી સંખ્યામાં આવી રહેલા કેસને કારણે ફ્રાન્સની સ્થિતિ કફોડી બની છે. ફ્રાન્સના સરેરાશ દૈનિક કેસની સંખ્યા સપ્તાહમાં બમણા કરતા વધારે છે.
કોરોના સંકટને લઇને ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, આ તારીખથી ફિઝિકલ કોર્ટ રહેશે બંધ; જાણો વિગતે
આઇસીયુમાં દાખલ મોટાભાગના કોરોના દર્દીઓએ રસી લીધી નથી. ફ્રાન્સમાં 1,23,000 કરતા પણ વધારે લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જે વિશ્વમાં સૌથી ઊંચા મૃત્યુઆંક પૈકી એક છે. ફ્રાન્સમાં હાલ કામ નહીં કરી શકતા લોકોની સંખ્યા પણ વધી છે કારણ કે, તેઓ અથવા તો બીમાર છે કે પછી કોરોના દર્દીઓના નજીકના સંપર્કમાં આવ્યા હતા. ફ્રાન્સમાં કોરોનાને કારણે કેટલીક હોસ્પિટલોનું તંત્ર ખોરવાયું છે, કેટલીક ક્ષેત્રિય ટ્રેનો રદ કરવામાં આવી છે, તો અન્ય સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. સરકારે ભીડભાડ માટે નિયંત્રણ લાદ્યા છે અને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.