ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,28 જાન્યુઆરી 2022
શુક્રવાર.
ચીનના વૈજ્ઞાનિકોએ કોરોનાના નવા જ વેરિયન્ટ વિશે દુનિયાને ચેતવણી આપી છે. આ વેરિયન્ટ અત્યાર સુધીનો સૌથી ઘાતક વાયરસ હોવાનું કહેવાય છે. એક તરફ કોરોનાના વેરિયન્ટ ઓમીક્રોન વેરિઅન્ટ અને તેના સ્ટ્રેનને કારણે વિશ્વ પહેલાથી જ ચિંતિત છે. તેમાં હવે ઓમીક્રોનથી પણ વધુ જોખમી વેરિયન્ટ મળી આવતા વિશ્વભરના નિષ્માતોની ચિંતા વધી ગઈ છે.
ચીનના વૈજ્ઞાનિકોએ એક નવા વેરિયન્ટ વિશે ચેતવણી આપી છે. આ નવા વેરિયન્ટને નીયોકોવ (NeoCov) નામ આપવામાં આવ્યું છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે NeoCoV સ્ટ્રેન અત્યાર સુધીનો સૌથી ખતરનાક પ્રકાર છે. દક્ષિણ આફ્રિકામાં નવો વાયરસ મળી આવ્યો મળ્યો છે. વિજ્ઞાનીઓ ચેતવણી આપે છે કે કોરોનાના આ નવા વેરિયન્ટનો ભોગ બનેલો દર ત્રણમાંથી એક વ્યક્તિ તેના ચેપથી મૃત્યુ પામે છે. આ વેરિયન્ટ પણ ઝડપથી ફેલાય છે.
રશિયન ન્યૂઝ ચેનલ સ્પુટનિક અનુસાર NoeCov એ નવો વાયરસ નથી પરંતુ MERS-CoV વાયરસ છે. તે સૌપ્રથમ 2012 અને 2015 માં મધ્ય પૂર્વના દેશોમાં મળી આવ્યો હતો. વાયરસ SARS-CoV-2 જેવો જ છે.
પાકિસ્તાનમાં તખ્તાપલટની તૈયારીમાં સેના, ઈમરાન ખાનની ખુરશી પર ખતરો; જાણો વિગતે
અહેવાલો અનુસાર, દક્ષિણ આફ્રિકામાં પ્રાણીઓમાં વાયરસ જોવા મળ્યો છે. હાલમાં આ વાયરસ માત્ર પ્રાણીઓમાં ફેલાઈ રહ્યો છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ વાયરસ માનવીઓને સંક્રમિત કરી શકે છે. બાયોરેક્સિવ વેબસાઈટ પર પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ NeoCoV વ્યક્તિઓને પણ સંક્રમિત કરી શકે છે.
ચીનના વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ આ વાયરસ અત્યંત ખતરનાક છે. NeoCoV થી સંક્રમિત દર 3 માંથી એક વ્યક્તિનું મૃત્યુ થાય છે. વળી, તે કોરોના કરતાં પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રશિયન સ્ટેટ વાઈરોલોજી અને બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ NeoCoV પર ચીનના ખુલાસા બાદ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ પર નજર રાખવામાં આવી રહી છે. આ અંગે વધુ અભ્યાસ કરવાની જરૂર છે.