News Continuous Bureau | Mumbai
વિશ્વના જાણીતા ફૂટબોલર(FootBaller) ક્રિસ્ટિયાનો રોનાલ્ડો(cristiano ronaldo) અને તેના પાર્ટનર જ્યોર્જિન રોડ્રિગ્ઝ (georgina rodriguez)પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જ્યોર્જિનાએ સોમવારે જોડિયા(Twins) બાળકોને જન્મ(Birth) આપ્યો હતો પરંતુ તેમના પુત્રનું જન્મ બાદ મૃત્યુ થયું હતું. પુત્રી જીવંત અને સ્વસ્થ છે.
માન્ચેસ્ટર યુનાઈટેડના(Manchester United) દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ઈન્સ્ટાગ્રામ(Instagram) દ્વારા પોતાના ફેન્સ સાથે પોતાનું દુ:ખ શેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે રોનાલ્ડોને પહેલેથી જ બે પુત્રો અને બે પુત્રીઓ છે. 11 વર્ષનો ક્રિસ્ટિયાનો જુનિયર(cristiano jr), ચાર વર્ષના જોડિયા ઇવા અને માટ્ટાઓ અને ત્રણ વર્ષનો અલાના માર્ટિન.
આ સમાચાર પણ વાંચો : એક સાથે 3 ધમાકેદાર બ્લાસ્ટથી હચમચી ઉઠી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ, આટલા બાળકોનાં નિપજ્યા મોત, અનેક ઘાયલ