Site icon

રશિયાના પ્રમુખ પુતિનને મોટો ઝટકો- ખાસમખાસ સાથીદારની દીકરીનું બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ

News Continuous Bureau | Mumbai

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War) વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના(Russian President Vladimir Putin) સૌથી નીકટના સહયોગીમાંથી(Associate) એક એલેક્ઝાન્ડર દુગિનના(Alexander Dugin) પુત્રીનું કાર બોમ્બ વિસ્ફોટમાં(car bomb explosion) મોત થયું છે. દરિયા દુગિન નામની યુવતીનું કાર બોમ્બ અકસ્માતમાં મોત(Death in bomb accident) નિપજ્યું છે. અત્રે જણાવવાનું કે એલેક્ઝાન્ડર દુગિન આ સમગ્ર યુદ્ધના માસ્ટરમાઈન્ડ(Masterminds of war) ગણાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું બ્રેઈન ગણાતા રાજનૈતિક વિશ્લેષક(Political analyst) એલેક્ઝાન્ડર દુગિનના પુત્રીની કારમાં મોડી રાતે મોસ્કોમાં(Moscow) વિસ્ફોટ થયો. ધડાકામાં દરિયાનું મોત નિપજ્યું. દરિયા દુગિનની કારમાં રાતે લગભગ ૯.૪૫ વાગે મોઝાયસ્કાય હાઈવે(Mozaysky highway) પર ધડાકો થયો. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો કે વિસ્ફોટ રસ્તા વચ્ચે થયો. વિસ્ફોટ એટલો જબરદસ્ત હતો કે કાર આગનો ગોળો બની ગઈ.  

Join Our WhatsApp Community

ક્રિમિયા અને યુક્રેનમાં (Crimea and Ukraine) રશિયન સૈન્ય(Russian army) અભિયાનો પાછળ દુગિન હોવાનું મનાય છે. આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે દુગિનની પુત્રીની કારમાં વિસ્ફોટ પાછળ યુક્રેનનો પણ હાથ હોઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : હવે ઇમરાન ખાનની ધરપકડ થશે -પાકિસ્તાનથી આવ્યા આ સમાચાર

Islamabad Court: પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ કોર્ટ પાસે આત્મઘાતી હુમલો, આગનો ગોળો બની કાર… ધમાકામાં થયા આટલા લોકો નાં મોત
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Thailand: અનોખો કાયદો લાગુ! હવે બપોરે દારૂ પીશો તો ભરવો પડશે મોટો દંડ, જાણો ક્યાં આવ્યો આ નિયમ?
Bangladesh Pakistan Relations: ઈતિહાસમાં પહેલીવાર! ૧૯૭૧ પછી પાકિસ્તાની જહાજ બાંગ્લાદેશ પહોંચ્યું, નેવી ચીફની હાજરી ભારત માટે ચિંતાનો વિષય!
Exit mobile version