ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
14 ઓક્ટોબર 2020
આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખને લઈને ચાલી રહેલા લડાઈમાં મરનારાઓની સંખ્યા 600થી ઉપર પહોંચી ગઈ છે. રશિયાના નેતૃત્વમાં સંઘર્ષવિરામની જાહેરાત છતાં ચાલી રહેલ લડાઈમાં બંને દેશોના સૈનિકો અને નાગરિકોના મોત થયા છે. નાગોર્નો-કારાબાખના સૈન્ય અધિકારીઓએ જણાવ્યું છે કે 27 સપ્ટેમ્બરના રોજથી શરૂ થયેલ લડાઈમાં તેમના 532 સૈનિકોના મોત થઇ ચુક્યા છે.
બંને પક્ષે કરવામાં આવેલ દાવાઓને જોઈએ તો કુલ માર્યા ગયેલ લોકોની સંખ્યા ઘણી વધુ હોવાની આશંકા છે, અજરબૈજાને જણાવ્યું છે કે છેલ્લા 2 સપ્તાહની લડાઈમાં તેના 42 જેટલા સામાન્ય નાગરિકોના મોત થયા છે. જ્યારે સેંકડો ની સંખ્યામાં ઘાયલ છે.
રશિયાની મધ્યસ્થતામાં શાંતિના પ્રયાસો છતાં બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. કરાર દરમ્યાન રશિયાએ હતું કે યુદ્ધકેદીઓ અને અન્ય પકડવામાં આવેલ લોકોની અદલાબદલીના માનવીય ઉદ્દેશ્યની સાથે સાથે સૈનિકોના મૃતદેહોની પણ અદલાબદલી પર સહમતી સાથે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.