ગુજરાત સરકારે તમામ મંદિરો ખોલવાની આપી મંજૂરી .. પરંતુ અંતિમ નિર્ણય મંદિર ટ્રસ્ટનો.. જાણો પ્રસાદને લઈ શું કહ્યું પ્રશાસને..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 
મુંબઈ
14 ઓક્ટોબર 2020

મુંબઇ અને મહારાષ્ટ્રમાં ગઈકાલે તમામ ધાર્મિક સ્થળો ખોલવાની માંગ લઈ ભાજપના નેતૃત્વમાં પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં. જ્યારે ગુજરાતમાં સરકારે જનતાની ભાવનાને ઘ્યાનમાં લઈ નવરાત્રી દરમિયાન તમામ મંદિરો ખોલવાની પરવાનગી આપી છે. આજે ગાંધીનગર ખાતે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મંદિરોને લઈ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેટલીક જગ્યાએ નવરાત્રિના સમયમાં મંદિરમાં શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવતા હોવાથી, કેટલાક ધર્મસ્થળોમાં પૂરતી જગ્યા ન હોવાના કારણે, કેટલાક મંદિર પર્વતની ટોચ ઉપર હોવાના કારણે મંદિરે, દર્શન કરવા જાય ત્યાંરે સંક્રમણની સંખ્યા મહત્તમ રહે છે. આવામાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મહત્વના નિર્ણયો લેવામાં આવે છે. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા જરૂરી નિયમો બનાવવામાં આવ્યા છે. પૂજા-આરતી વેળા ઓછામાં ઓછો લોકો દાખલ થઈ શકે એવી ત્યાંની પરિસ્થિતી હોવાના કારણે વચ્ચેના ભાગમાં ટીવીની વ્યવસ્થા કરીને દર્શનાર્થીઓને દર્શન થાય તેવી સુવિધા ઉભી કરાશે.

નવરાત્રિ દરમિયાન જેતે મંદિર ટ્રસ્ટોએ પોતાના સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લીધા છે નિર્ણય.. આ નવરાત્રિના સમય દરમિયાન ધર્મસ્થાનો મંદિરો ઉપર કોરાનાનું સંક્રમણ વધે નહિ તે ધ્યાનમાં રાખીને મળતો પ્રસાદ પણ બંધ પેકિંગમાં આપવાનો નિર્ણય લીધો છે. જ્યારે કેટલાક મંદિરોમાં પ્રસાદી જ નહીં આપવામાં આવે. જેથી સંક્રમણ વધે નહિ. પ્રસાદ હાથમાં આપવાથી સંક્રમણ ફેલાવાની શક્તયા વધુ રહે છે. ઉલ્લેખનીય છે કે, નવરાત્રિ દરમિયાન ગુજરાતનું ફેમસ પાવાગઢ મંદિર અને આશાપુરા મંદિર બંધ રહેશે તેવુ મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે…

By Dr. Mayur Parikh

Dr. Mayur Parikh, is a seasoned journalist with 23 years of experience in the field of journalism. showcasing his expertise and commitment to the profession.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!