News Continuous Bureau | Mumbai
Donald Trump Gaza Plan : તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગાઝા પર નિયંત્રણ મેળવવા અને લાખો પેલેસ્ટિનિયનોને ત્યાંથી સ્થાનાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો . ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા યોજના આરબ દેશો માટે માથાનો દુખાવો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગાઝા પટ્ટીના મુદ્દા પર આરબ દેશોના નેતાઓ ઇસ્લામના ગઢ સાઉદી અરેબિયામાં એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. સાઉદી અરેબિયામાં યોજાનારી મહત્વપૂર્ણ બેઠકમાં ઇજિપ્ત અને જોર્ડન સહિત ઘણા ખાડી દેશોના નેતાઓ પણ હાજરી આપશે.
Donald Trump Gaza Plan : ટ્રમ્પની યોજનાનો વિરોધમાં આરબ રાજ્યો એક થયા
મીડિયા રિપોર્ટ મુજબ ગાઝા માટે ટ્રમ્પની યોજનાનો વિરોધમાં આરબ રાજ્યો એક થયા છે. આ વિસ્તાર પર કોણ શાસન કરે અને તેના પુનર્નિર્માણ માટે ભંડોળ કેવી રીતે એકત્ર કરવું તે અંગે આરબ દેશોમાં મતભેદ છે, પરંતુ ગાઝાના લોકોને બહાર કાઢવા સામે બધા એકજૂથ દેખાય છે. ટ્રમ્પના નિવેદનથી આરબ દેશો માટે સમસ્યા ઊભી થઈ છે. એટલે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને રિયાધમાં અરબ દેશોના નેતાઓને બેઠક માટે આમંત્રણ આપ્યું છે. સાઉદી વિદેશ નીતિના નિષ્ણાત ઓમર કરીમે આ બેઠકને આરબ વિશ્વ અને પેલેસ્ટિનિયન મુદ્દા માટે મહત્વપૂર્ણ ગણાવી છે.
Donald Trump Gaza Plan : આ મુદ્દા પર થશે ચર્ચા
અહેવાલ છે કે આ બેઠકમાં ગાઝાના શાસન અને તેના પુનર્નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવાના મુદ્દા પર ચર્ચા થવાની છે. આ ઉપરાંત, ગાઝા પટ્ટી પર નિયંત્રણ મેળવવા અને ત્યાંથી લોકોને વિસ્થાપિત કરવાની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યોજનાનો સામનો કરવા પર પણ વાતચીત થશે, જેના કારણે સમગ્ર આરબ વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે અને આરબ નેતાઓ માટે માથાનો દુખાવો બની ગયો છે.
આ સમાચાર પણ વાંચો: મેડ ઈન ઇન્ડિયાની પાવર.. સુપરપાવર અમેરિકા પહેલીવાર ભારત ખરીદશે આ ઘાતક હથિયાર, ભારતીય કંપની સાથે કર્યો કરાર…
Donald Trump Gaza Plan : ગાઝા પર ડોનાલ્ડ ટ્રમ્પના વિચારો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં આ પ્રસ્તાવ મૂકીને આરબ વિશ્વમાં આક્રોશ ફેલાવ્યો છે. ટ્રમ્પે પ્રસ્તાવ મૂક્યો છે કે ગાઝા પટ્ટીમાંથી લગભગ 23 લાખ લોકોને પડોશી દેશો ઇજિપ્ત અને જોર્ડન મોકલવામાં આવે. જેનો વિશ્વના ઘણા દેશોએ વિરોધ કર્યો હતો. તે જ સમયે, ઇજિપ્તે ગાઝા અંગે એક યોજના તૈયાર કરવાનો પણ સંકેત આપ્યો છે.