News Continuous Bureau | Mumbai
Donald Trump Walks Out| અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક આંતરરાષ્ટ્રીય ન્યૂઝ ચેનલના લાઈવ ઇન્ટરવ્યુ દરમિયાન એટલા બધા ગુસ્સે થઈ ગયા કે તેઓ કેમેરાની સામેથી માઈક ફેંકીને અધવચ્ચેથી જ ઉભા થઈને ચાલ્યા ગયા હતા. પ્રખ્યાત અમેરિકન ન્યૂઝ નેટવર્ક NBC ના એક ખાસ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને ઈરાન યુદ્ધ, કેપિટલ હિલ્સના દંગાખોરો માટે સ્પેશિયલ ફંડ અને વર્ષ ૨૦૨૦ ની પ્રમુખપદની ચૂંટણીમાં કથિત ગેરરીતિ જેવા અત્યંત તીખા અને ગંભીર સવાલો પૂછવામાં આવી રહ્યા હતા. સોમવાર, અહેવાલો મુજબ, શરૂઆતમાં ટ્રમ્પે શાંત રહીને જવાબો આપ્યા હતા, પરંતુ જ્યારે મહિલા પત્રકારે ચૂંટણીમાં ધાંધલીના તેમના આરોપો પર સત્તાવાર પુરાવા (સબૂત) માંગ્યા, ત્યારે માહોલ બગડ્યો હતો અને ટ્રમ્પ ચેનલને પક્ષપાતી અને ભ્રષ્ટ કહીને ઇન્ટરવ્યુ છોડી ગયા હતા.
વિસ્કોન્સિનના ખેતરમાં ટ્રેક્ટર વચ્ચે થઈ રહ્યું હતું શૂટિંગ
મીડિયા અહેવાલો અનુસાર, NBC ના આ લોકપ્રિય રાજકીય શો નું નામ “Meet the Press” છે, જેની જાણીતી હોસ્ટ ક્રિસ્ટન વેલકર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ઇન્ટરવ્યુ લઈ રહી હતી. આ હાઈ-પ્રોફાઈલ ઇન્ટરવ્યુ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના એક ખુલ્લા ખેતરમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો અને રવિવારે તેનું સત્તાવાર ટેલિકાસ્ટ કરાયું હતું. વીડિયોના બેકગ્રાઉન્ડમાં મોટા ટ્રેક્ટર અને ઘાસના ઢગલા (હે બેલ્સ) દેખાઈ રહ્યા હતા. શૂટિંગ દરમિયાન તેજ વરસાદ અને વાવાઝોડાના કારણે ઓડિયોની ગંભીર સમસ્યાઓ ઉભી થઈ હતી અને છત પર પડતા વરસાદના અવાજને લીધે વાતચીત ઘણીવાર અધવચ્ચે અટકાવવી પડી હતી.
લિબ્રલ પત્રકાર અને ટેક્સપેયર્સના પૈસાથી દંગાખોરોને વળતર આપવાના મુદ્દે થઈ તીખી ચર્ચા
ઇન્ટરવ્યુ દરમિયાન ક્રિસ્ટન વેલકરે ઈરાન યુદ્ધ, પરમાણુ હથિયારો અને અમેરિકાને વિદેશી યુદ્ધોથી દૂર રાખવાના ટ્રમ્પના જૂના વચનો પર સવાલો કર્યા હતા. આ બાબતે ટ્રમ્પે પત્રકારને “ખૂબ મોટી ઉદારવાદી (લિબ્રલ) અને પ્રગતિશીલ” કહી દીધી હતી, જેના જવાબમાં વેલકરે કહ્યું કે હું કોઈ પક્ષની નથી, માત્ર એક પત્રકાર છું. ત્યારબાદ ચર્ચા વધુ ગંભીર બની જ્યારે વાત ટ્રમ્પની એ નવી યોજના પર ગઈ જેમાં તેઓ ટેક્સપેયર્સના (કરદાતાઓ) પૈસાથી એવા લોકોને આર્થિક વળતર આપવા માંગે છે, જેઓ જો બાઈડેનની સરકારમાં રાજકીય સતામણીનો ભોગ બન્યા છે. વિવેચકોનું માનવું છે કે આ ફંડ દ્વારા ટ્રમ્પ વર્ષ ૨૦૨૧ માં યુએસ કેપિટલ હિલ્સ પર હુમલો કરનારા દંગાખોરોને મદદ કરવા માંગે છે. આ મુદ્દે ટ્રમ્પે કહ્યું કે ગંદી અને નકલી પ્રેસે નિર્દોષ લોકોને જેલમાં મોકલી બરબાદ કર્યા છે.
‘તમે કાં તો ભ્રષ્ટ છો કાં તો મૂર્ખ’: માઇક જમીન પર પછાડી ટ્રમ્પ ઇન્ટરવ્યુમાંથી ભાગ્યા
આ વાદ-વિવાદની વચ્ચે જ્યારે ટ્રમ્પે ૨૦૨૦ ની ચૂંટણીને “ધાંધલીવાળી” ગણાવી અને ગયા સપ્તાહની કેલિફોર્નિયાની પ્રાઇમરી ચૂંટણીને પણ ખોટી કહી, ત્યારે પત્રકાર ક્રિસ્ટને તેમની પાસે સત્તાવાર પુરાવા માંગ્યા હતા. આ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પનો પારો સાતમા આસમાને પહોંચી ગયો હતો. તેમણે ગુસ્સામાં લાલચોળ થઈને પત્રકારને મોઢામોઢ કહ્યું, “તમે કાં તો ભ્રષ્ટ છો અથવા તમે મૂર્ખ છો. ચાલો આ ઇન્ટરવ્યુ અહીં જ પૂરો કરીએ કારણ કે હવે ખૂબ થઈ ગયું છે. થેંકક્યુ ડાર્લિંગ (Thank you darling), તમારો સમય સારો રહે.” આટલું કહીને તેમણે પોતાના શર્ટ પર લગાવેલું મોંઘું માઇક્રોફોન ખેંચીને જમીન પર પછાડ્યું હતું અને કેમેરાની સામેથી ચાલતી પકડી હતી. જો કે, રવિવારે પત્રકાર વેલકરે દર્દકોને જણાવ્યું કે શનિવારે તેમની ટ્રમ્પ સાથે ફરી વાત થઈ છે અને તેઓ હવામાનની ખરાબીના કારણે અધૂરો રહેલો ઇન્ટરવ્યુ ફરીથી આપવા માટે સત્તાવાર સંમત થયા છે.
👉 આ સમાચાર વાચો:
Delhi Airport Accident 2026। એરપોર્ટ પર વાવાઝોડાનો આતંક; રમકડાની જેમ ઉડતા સ્ટેન્ડ વિમાનો સાથે અથડાતા મચી ગઈ અફરાતફરી, જાણો વિગત