News Continuous Bureau | Mumbai
ચીનના(China) વુહાનમાંથી(Wuhan) આવેલ કોરોના વાયરસને (Corona virus) કારણે સમગ્ર વિશ્વમાં તબાહી મચી ગઈ છે. આ પરિસ્થિતિમાં ચીનમાં નવો એક વાયરસ લૈંગ્યા(Langya) સામે આવ્યો છે. આ વાયરસના કારણે લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં આ વાયરસથી ૩૫ લોકો સંક્રમિત થયા છે. ગ્લોબલ ટાઈમ્સ(Global Times) અનુસાર આ વાયરસથી હેનિપા વાયરસ(Henipa virus) લૈંગ્યાના કારણે ચીનના શેડોંગ(Shandong) અને હેનાન પ્રાંતમાં લોકો સંક્રમિત થયા છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેનિપા વાયરસ ને લૈંગ્યા હેનિપા વાયરસ(Langya henipa virus), LV પણ કહેવામાં આવે છે. ચીનમાં જે દર્દીઓને તાવ આવ્યો છે, તેમના ગળામાંથી આ સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેમનામાં આ નવો વાયરસ મળી આવ્યો છે. રિસર્ચ કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, આ નવો હેનિપા વાયરસ જાનવરોમાંથી(Animals) માણસોમાં આવ્યો હોઈ શકે છે. જે લોકો આ વાયરસથી સંક્રમિત થાય છે, તેમનામાં તાવ, થાક, ખાંસી અને અન્ય લક્ષણો જાેવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : કાંદીવલીમાં યુવકને કચડવા બદલ બેસ્ટનો ડ્રાઈવર જવાબદાર- હવે ચાલશે મુકદમો
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, શેડોંગ અને હેનાનમાં લૈંગ્યા હેનિપા વાયરસના ૩૫માંથી ૨૬ મામલાઓમાં તાવ, ચિડીયાપણું, ખાંસી, એનોરેક્સિયા, માયલગિયા, માથાનો દુઃખાવાનો અને ઉલટી જેવા લક્ષણો જોવા મળ્યા છે. આ હેનિપા વાયરસ માટે કોઈ વેક્સીન કે ઈલાજ નથી. સંક્રમિત વ્યક્તિઓની દેખભાળ કરવી તે જ માત્ર એક ઉપાય છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, હાલમાં આ વાયરસના કારણે ગભરાવાની જરૂર નથી અને આ વાયરસને નજર અંદાજ પણ ન કરવો જોઈએ.
તાઇવાનના(Taiwan) સી.ડી.સીના ડેપ્યુટી ડાયરેક્ટર(CDC Deputy Director) જનરલ ચુઆંગ ઝેન-હસિઆંગે(Chuang Zhen-hsiang) જણાવ્યું હતું કે, સ્ટડીમાં સામે આવ્યુ છે કે, આ વાયરસ માનવથી માનવમાં ફેલાતો નથી. તેમણે વાયરસ વિશે વધુ માહિતી ન આવે ત્યાં સુધી સતર્ક રહેવા જણાવ્યું છે.
પાલતુ પ્રાણીઓ(Pets) પર કરવામાં આવેલા સર્વેની માહિતી આપતાં તેમણે કહ્યું કે, અત્યારસુધીમાં ૨% કેસ બકરામાં અને ૫% શ્વાનમાં જાેવા મળ્યા છે. ડ્યૂક એનયૂએસ મેડિકલ સ્કૂલમાં(Duke NUS Medical School) સંક્રામક રોગોના પ્રોગ્રામમાં(Infectious Diseases Program) પ્રોફેસર વાંગ લિનફાઆ(Professor Wang Linfa) નવા વાયરસ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હેનિપા વાયરસના કેસને ધ્યાનથી જાેવામાં આવે તો આ વાયરસ ઘાતક કે ગંભીર નથી. આ કારણોસર આ વાયરસથી ગભરાવાની જરૂર નથી. આ વાયરસનો ચેતવણી તરીકે સ્વીકાર કરવો જોઈએ. હાલમાં અનેક એવા વાયરસ છે, જેના કારણે લોકો સંક્રમિત થયા છે અને ગંભીર પરિણામોનો સામનો પણ કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : આને કહેવાય નસીબ આડે પાંદડું- બીટકોઈન હજારો કરોડના થયા અને જે હાર્ડ ડ્રાઈવ માં બીટકોઈન રાખી હતી તે કચરામાં ફેંકી- જાણો નસીબના વિચિત્ર ખેલ નો કિસ્સો