News Continuous Bureau | Mumbai
મુંબઈના પશ્ચિમ પરા(western suburb) કાંદિવલીમાં(Kandivli) રસ્તે ચાલતા રાહદારીને કચડી નાખનારા બેસ્ટની બસના ડ્રાઈવરની(Best's bus driver) કાંદીવલીની સમતા નગર પોલીસે(Samata Nagar Police) ધરપકડ કરી છે. કાંદિવલી(પૂર્વ)માં ઠાકુર હાઉસ(Thakur House) પાસે 9 ઓગસ્ટ ના રાતના લગભગ 9.15 વાગે આ બનાવ બન્યો હતો.
બેસ્ટની બસ એ-289 નંબરની આ બસ કાંદીવલી સ્ટેશનની(Kandivli station) અનિતા નગર(Anita Nagar) જઈ રહી હતી. ત્યારે ઠાકુર હાઉસ(Thakur House) પાસે જમણી તરફ વળાંક લેતા સમયે આ અકસ્માત થયો હતો. બેસ્ટની બસે રસ્તે ચાલી રહેલા 50 વર્ષની મહિલાને અડફેટમાં લીધી હતી અને તેનું મૃત્યુ થયું હતું.
આ સમાચાર પણ વાંચો : બાંદ્રા ખાતે મીઠી નદી પાસે બે યુવકો ડૂબ્યા- બચાવ કાર્ય ચાલુ- જુઓ વિડિયો
લતા ચર્તુવેદી નામની આ મહિલા બસની અડફેટમાં આવતા તેને તુરંત નજીક આવેલી ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ ભારે ઈજાને પગલે બીજા દિવસે સવારે તેનું મૃત્યુ થયું હતું.