314
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,4 જાન્યુઆરી 2022
મંગળવાર.
દુનિયાભરમાં કોરોનાના વેરિયન્ટ ઓમાઈક્રોને કાળો કેર વર્તાવી દીધો છે, જેમાં ઈઝરાયેલમાં ઓમીક્રોન મોટા પ્રમાણમાં ફેલાઈ ગયો છે અને પરિસ્થિતિ હાથની બહાર જતી રહી હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઈઝરાયેલમાં કોરોનાના દર્દીની વધતી સંખ્યા પર કોઈ નિયંત્રણ રહ્યું ન હોવાનો કબૂલાત ઈઝરાયેલના આરોગ્ય ખાતાએ કરી છે.
ઈઝરાયેલના આરોગ્ય ખાતાના અધિકારી ડો. શેરોન એલરોય-પ્રીસના કહેવામ જબ કોરોના અને ઓમાઈક્રોન રોખવા મટે તમામ સ્તરે પ્રયાસ ચાલી રહ્યા છે. પરંતુ અત્યાર સુધીની આ સૌથી મોટી લહેર છે. તેથી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવું મુશ્કેલ થઈ રહ્યું છે.
દેશમાં કોરોના અને ઓમીક્રોનનો ચેપ રોકવા માટે તમામ સ્તરે પ્રયાસ ચારી રહ્યા છે, છતાં તે નિયંત્રણમાં લાવવો મુશ્કેલ થઈ રહ્યો હોવાની કબૂલાત પણ ઈઝરાયેલના આરોગ્ય ખાતાએ કરી છે.
You Might Be Interested In